khissu

LICની આ અદ્ભુત પોલિસી, જેના અગણિત લાભો તમારી ભવિષ્યની ચિંતાઓને કરશે દૂર

LIC તેના ગ્રાહકોના હિતમાં અવારનવાર ઘણી યોજનાઓ ઓફર કરતી રહે છે. હાલમાં જ LIC એ ધન સંચય બચત યોજના નામની નવી વીમા પૉલિસી લૉન્ચ કરી છે. જેની શરૂઆત 14 જૂનથી કરવામાં આવી, એટલે કે 14 જૂનથી તમે તેમાં રોકાણ કરી શકો છો. LIC ધન સંચય પોલિસી હેઠળ, પોલિસીધારકના મૃત્યુ પર, પરિવારને પોલિસીની મુદત દરમિયાન નાણાકીય સહાય મળશે. એટલું જ નહીં, તે પોલિસીની પાકતી મુદત પછી ચૂકવણીના સમયગાળા દરમિયાન ગેરંટીકૃત આવક પણ આપે છે.

5 થી 15 વર્ષની યોજના
LIC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ચોક્કસ પોલિસીમાં, પ્લાનની પાકતી તારીખ પછી ચુકવણી દરમિયાન ગેરંટીવાળા લાભો આપવામાં આવશે. વધુમાં, બાંયધરીકૃત ટર્મિનલ લાભો પણ ચૂકવવામાં આવશે. આ પ્લાન 5 વર્ષથી વધુમાં વધુ 15 વર્ષ માટે છે. જેમાં નિશ્ચિત આવકનો લાભ મળશે. આટલું જ નહીં, આમાં વધેલી આવકના લાભો, સિંગલ પ્રીમિયમ સ્તરની આવકના લાભો અને સિંગલ પ્લાનની સુવિધા પણ આપવામાં આવશે. આમાં લોન લેનની સુવિધા પણ ઉપલબ્ધ છે. તમે આમાં રાઇડર્સ પણ ખરીદી શકો છો.

LICએ ચાર વિકલ્પો કર્યા લોન્ચ 
LICએ આ પ્લાનમાં ચાર વિકલ્પો લોન્ચ કર્યા છે. પ્લાન A અને B હેઠળ, તમને મૃત્યુ પર 3,30,000 રૂપિયાનું વીમા કવર મળશે. ઉપરાંત, પ્લાન C હેઠળ 2,50,000 રૂપિયાનું ન્યૂનતમ સમ એશ્યોર્ડ કવર અને પ્લાન Dમાં મૃત્યુ પર 22,00,000 રૂપિયાનું સમ એશ્યોર્ડ કવર હશે. આ યોજનાઓ માટે મહત્તમ પ્રીમિયમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

જાણો તે માટેની પાત્રતા 
LIC ધન સંજય યોજનાની પોલિસી લેવા માટે સબસ્ક્રાઇબરની લઘુત્તમ વય 3 વર્ષ હોવી જોઈએ, જ્યારે વિકલ્પ A અને વિકલ્પ B માટે 50 વર્ષ, વિકલ્પ C માટે 65 વર્ષ અને વિકલ્પ D માટે મહત્તમ 40 વર્ષ. એટલે કે 3 વર્ષથી 40 વર્ષની વયના લોકો તેમાં રોકાણ કરી શકે છે.

પ્લાન ક્યાં ખરીદવો
જો તમે પણ LIC ધન સંચય પોલિસી ખરીદવા માંગો છો, તો પછી તમે એજન્ટો/અન્ય મધ્યસ્થીઓ દ્વારા ઑફલાઇન અને www.licindia.in વેબસાઇટની મુલાકાત લઈને સીધા ઑનલાઇન એમ બંનેમાંથી કોઇપણ રીતે ખરીદી શકો છો.