Top Stories
khissu

LICના 1.10 લાખ કર્મચારીઓને હોળી પહેલા મોટી ભેટ, પગારમાં સીધો આટલો વધારો કરી દીધો

હોળી પહેલા દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ તેના 1.10 કર્મચારીઓને મોટી ભેટ આપી છે. એલઆઈસીએ તેના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વીમા કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સરકારે LICના 1.10 લાખથી વધુ કર્મચારીઓના પગારમાં 17 ટકાના વધારાને મંજૂરી આપી છે.

એલઆઈસીના કર્મચારીઓના પગારમાં વધારા અંગેની આ મંજૂરી જાહેર ક્ષેત્રની બેંક (PSB)ના કર્મચારીઓ માટે સમાન વધારાને મંજૂરી આપ્યાના થોડા દિવસો બાદ મળે છે. LICએ કહ્યું કે LIC કર્મચારીઓ માટે પગાર વધારાનો આ નિર્ણય 1 ઓગસ્ટ 2022 થી લાગુ થશે.

આ સાથે 1 એપ્રિલ 2010 પછી વીમા કંપનીમાં જોડાયેલા લગભગ 24,000 કર્મચારીઓનું NPS યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યું છે. દેશની સૌથી મોટી વીમા કંપનીના 30,000 થી વધુ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને વન-ટાઇમ એક્સ-ગ્રેટિયા ચુકવણી પણ કરવામાં આવી છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

હાલમાં જ દેશભરની જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને મોટી ભેટ મળી છે. જાહેર ક્ષેત્રની બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓના પગારમાં વાર્ષિક 17 ટકાનો વધારો થશે. નવેમ્બર 2022થી લાગુ થનારા આ નિર્ણયથી લગભગ 8 લાખ બેંક કર્મચારીઓને ફાયદો થશે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) અને બેન્ક કર્મચારી સંગઠનો વચ્ચે શુક્રવારે (8 માર્ચ) ના રોજ વાર્ષિક 17 ટકાના પગાર વધારા અંગે સહમતિ થઈ હતી. તેનાથી જાહેર ક્ષેત્રની બેંકો પર વાર્ષિક રૂ. 8,284 કરોડનો વધારાનો બોજ પડશે.