khissu

હવે ઘર બેઠા જ ચૂકવી શકાય છે lic પેમેન્ટ, જાણો કઈ રીતે

તમે તમારા વીમાનું પ્રીમિયમ ઘરે બેઠા પણ ભરી શકો છો, તેના માટે LIC શાખાની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. એલઆઈસીની વેબસાઈટ ઉપરાંત, તમે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરથી પણ સરળતાથી પેમેન્ટ ચૂકવી શકો છો. આ માટે તમારે માત્ર કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે. LIC પ્રીમિયમની ચુકવણી ઑનલાઇન સબમિટ કર્યા પછી, ચુકવણીની રસીદ કાળજીપૂર્વક ડાઉનલોડ કરો.

આજના સમયમાં પણ ઘણા એવા લોકો છે જેઓ LICની શાખામાં પોતાનું પ્રીમિયમ જમા કરાવવા જાય છે. પરંતુ આમ કરવાથી તમારો સમય અને શક્તિ બંને વેડફાય છે. ભારતની સૌથી મોટી અને સૌથી જૂની વીમા કંપનીઓમાંની એક, LIC પાસે પોલિસીધારકોની સૌથી વધુ સંખ્યા છે. આવી સ્થિતિમાં, અહીં પ્રીમિયમ ઑનલાઇન જમા કરાવવાનો શ્રેષ્ઠ અને સરળ રસ્તો છે.

આ રીતે ઘરે બેઠા જમા કરો પ્રીમિયમ 
પોલિસી ધારકો તેમના મોબાઇલ પરથી LIC પે ડાયરેક્ટ એપ ડાઉનલોડ કરીને તેમની પોલિસીનું પ્રીમિયમ પણ જમા કરાવી શકે છે. આ સિવાય કંપનીની વેબસાઈટ પરથી પણ પ્રીમિયમ જમા કરાવી શકાય છે. 
> આ માટે તમારે પહેલા www.licindia.in પર જવું. 
> આ પછી, તમને અહીં ‘pay direct’ લખેલું દેખાશે જ્યાં તમે લોગિન કર્યા વગર પણ પ્રીમિયમ ચૂકવી શકો છો. 
> અહીં બીજું પેજ ખુલશે જ્યાં લખેલું હશે ‘please select’, ‘premium payment’ તેના પર ક્લિક કરવું.
> અને ત્યારબાદ તમારે proceed  બટન પર ક્લિક કરવાનું રહેશે.

આ રીતે તપાસો પ્રીમિયમની ચુકવણી થઇ છે કે નહિ
- LICની વેબસાઇટ https://www.licindia.in/ પર જાઓ.
- તમારું નામ, પોલિસી નંબર વગેરે દાખલ કરીને અહીં નોંધણી કરો.
- એકવાર રજીસ્ટર થયા પછી, તમે ગમે ત્યારે પોલિસીની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકો છો.
- તમે 022-68276827 નંબર પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો.
- તમે 9222492224 નંબર પર LICHELP <policy number> લખીને મેસેજ મોકલો, આ મેસેજ મોકલવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

UPI પેમેન્ટ એપ 
ઘણી UPI પેમેન્ટ એપ્સ છે જ્યાં LIC પ્રીમિયમ ભરવાની સુવિધા આપવામાં આવી છે. અહીંથી ગ્રાહકો સરળતાથી પ્રીમિયમ ચૂકવી શકે છે. LIC પ્રીમિયમ PhonePe, Paytm, Google Pay વગેરે જેવી પેમેન્ટ એપની મુલાકાત લઈને ચૂકવી શકાય છે.