khissu

ફાયદાની વાત / પાનકાર્ડ ને આજે જ આધાર કાર્ડ સાથે કરો લિંક, નહિતર ચૂકવવું પડશે ભારે નુકસાન

 અત્યારના સમયમાં આધાર કાર્ડ એક ખૂબ મહત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે. આ સાથે આવા ઘણા ડોક્યુમેન્ટ છે કે જેના વગર આપણે સામાન્ય જીવનની કલ્પના પણ કરી શકતા નથી. જેમ કે ચૂંટણી કાર્ડ, બેંકની વિગતો, પાન કાર્ડ વગેરે. સરકારે કેટલાક મહિના પહેલા કહ્યું હતું કે પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. હવે સરકારે પાનકાર્ડ સાથે આધાર લિંક કરવાની તારીખ ફરીવાર લંબાવી છે.

તમને જણાવી દઇએ કે 2021 નાં બજેટમાં સરકારે આવકવેરા કાયદા 1961 માં 234H ની નવી કલમ  ઉમેરી છે. આ કલમ મુજબ જો નિર્ધારિત સમયની અંદર પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે જોડશો નહિ, તો દંડ પણ ફટકારવામાં આવશે. તમારા પાનકાર્ડ સાથે આધાર કાર્ડ ને લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 છે. જો તમે હજુ સુધી તમારા પાનકાર્ડ ને આધાર સાથે લિંક નથી કર્યું તો તમારે નીચે મુજબની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પાનકાર્ડ શું હોય છે?
પાનકાર્ડ એ આવકવેરા વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવતો એક દસ અંકનો અલગ આલ્ફાન્યુમેરિક નંબર (Unique Alphanumeric Number) છે. લોકો તેને લેમીનેટેડ પ્લાસ્ટિક (Laminated Plastic Card)  નાં રૂપમાં રાખે છે. એટલે કે પ્લાસ્ટિક કાર્ડમાં બદલવામાં આવે છે. પાનકાર્ડ નો ઉપયોગ નાણાકીય વહીવટમાં વધુ થાય છે.

આવી રીતે ઈનએક્ટિવેટ થઈ શકે છે તમારું પાનકાર્ડ:- કેટલીક પરિસ્થિતિમાં પાનકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. જો તમે હજી સુધી પાનકાર્ડ ને આધાર સાથે લિંક નથી કર્યું તો તમારું પાનકાર્ડ ઈનએક્ટિવેટ થઈ શેક છે. આવી સ્થિતિમાં તમારે ઘણા પ્રકારના ટ્રાન્જેક્શન માં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ જગ્યાએ પાનકાર્ડ ખૂબ જ જરૂરી છે:- ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ માટે બેંકમાં અરજી કરવી, ડિપોઝિટર, પાર્ટીસિપેટનાં કસ્ટડીયન અથવા સેબી સાથેના કોઈપણ અન્ય વ્યક્તિ સાથે ડિમેટ ખાતું ખોલવું, આ સાથે હોટલ અથવા રેસ્ટોરન્ટ માં 50,000 રૂપિયાથી વધુની રોકડ ચુકવણી કરતી વખતે, અથવા તો કોઈપણ દેશની મુસાફરી દરમિયાન 50,000 થી વધુની રકમ ચૂકવવા માટે પાનકાર્ડ ની જરૂર પડે છે. જ્યારે કોઈપણ કંપની અથવા સંસ્થાના ડિબેંચર્સ અથવા બોન્ડ લેવા માટે રૂ .50,000 થી વધુની રકમ ચૂકવતી વખતે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા બોંડ લેવા માટે 50,000 રૂપિયાથી વધુ રકમ ચૂકવવા, બેંકિંગ કંપનીઓ, સહકારી બેંકથી બેંક ડ્રાફ્ટ, પે ઓર્ડર અથવા બેંકર ચેક ખરીદવા માટે એક દિવસમાં 50,000 રૂપિયા થી વધુ રકમ કેશ ટ્રાન્સફર કરવા માટે પાનકાર્ડ નો ઉપયોગ થાય છે.

પાનકાર્ડ સાથે આધાર લિંક કરવું ખુબજ સરળ છે. સરકારે આ કામ કરવા માટે ઘણી તારીખો આપી છે. તમારા પાનકાર્ડ અને આધાર ને લિંક કરવા માટે તમે આયકર વિભાગની ઈ ફાઈલિંગ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. પાનકાર્ડ ને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 છે