khissu

તહેવારો પહેલાં મોંઘવારીનો વધુ એક માર: ૬ તારીખથી (આજથી) ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર ફરી એક વખત મોંઘુ થયું છે. સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે 6 ઓક્ટોબરે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઓઇલ કંપનીઓએ પ્રતિ સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. 

તેલ કંપનીઓએ સબસિડી વગર 14.2 કિલો સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. 

જો તમે સિલિન્ડરના સત્તાવાર દર (ભાવ) જોવા માંગતા હો, તો તમે ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેને ચકાસી શકો છો. આ સિવાય, તમે આ લિંક https://www.iocl.com/pages/indane-cooking-gas-overview પર સીધા જ સિલિન્ડર રેટ ચેકિંગ પેજને એક્સેસ કરી શકો છો. 

કોમર્શિયલ સિલિન્ડરો 1 ઓક્ટોબરથી મોંઘા થયા
1 ઓક્ટોબરના રોજ સરકારી તેલ કંપનીઓએ 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સૌથી વધુ વધારો દિલ્હીમાં 43.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 43.5 રૂપિયા વધીને 1736.5 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 35 રૂપિયા વધીને 1805.5 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં ભાવ 35.5 રૂપિયા વધીને 1685 રૂપિયા અને ચેન્નઈમાં 36.5 રૂપિયા વધીને પ્રતિ સિલિન્ડર 1867.5 રૂપિયા થયો છે.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.