khissu

LPG સિલિન્ડર પર મળતી 200 રૂપિયાની સબસિડી, તમારા ખાતામાં પહોંચી કે નહિં તે વિશે તમે મિનિટોમાં મેળવી શકશો જાણકારી

પેટ્રોલ-ડીઝલ અને એલપીજીની વધતી કિંમતોમાંથી સરકારે ચોક્કસપણે થોડી રાહત આપી છે. સરકારે તાજેતરમાં એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની સાથે સરકારે એલપીજી પર 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે.

ઘરે બેસી ચેક કરો અપડેટ 
તમે સરળતાથી જાણી શકો છો કે તમારા ખાતામાં સબસિડી આવી રહી છે કે નહીં. તે માટેની સરળ રીત નીચે મુજબ સ્ટેપ ટુ સ્ટેપ સમજાવવામાં આવી છે. તો ચાલો જાણીએ.

ખાતામાં સબસિડી તપાસવાની રીત
1- સૌ પ્રથમ www.mylpg.in ખોલો.
2- હવે તમે સ્ક્રીનની જમણી બાજુએ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડરનો ફોટો દેખાશે.
3- અહીં તમે તમારા સર્વિસ પ્રોવાઈડરના ગેસ સિલિન્ડરના ફોટો પર ક્લિક કરો.
4- આ પછી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઈડરની હશે.
5- હવે ઉપર જમણી બાજુએ સાઇન-ઇન અને ન્યૂ યુઝર વિકલ્પ પર ટેપ કરો.
6- જો તમે પહેલાથી જ તમારી આઈડી અહીં બનાવી છે, તો સાઈન-ઈન કરો. જો તમારી પાસે ID નથી, તો તમે ન્યૂ યુઝર પર ટેપ કરીને વેબસાઈટ પર લોગીન કરી શકો છો.
7- હવે તમારી સામે એક વિન્ડો ખુલશે, જમણી બાજુએ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી પર ટેપ કરો.
8- અહીં તમને માહિતી મળશે કે તમને કયા સિલિન્ડર અને ક્યારે સબસિડી આપવામાં આવી છે.
9- આ સાથે, જો તમે ગેસ બુક કરાવ્યો છે અને તમને સબસિડીના પૈસા મળ્યા નથી, તો તમે ફીડબેક બટન પર ક્લિક કરી શકો છો.
10- ઉપરાંત, તમે સબસિડીના પૈસા ન મળવાની ફરિયાદ પણ નોંધાવી શકો છો.
11- આ સિવાય તમે આ ટોલ ફ્રી નંબર 18002333555 પર ફોન કરીને ફ્રીમાં ફરિયાદ નોંધાવી શકો છો.

જાણો શા માટે અટકે છે સબસિડી 
જો તમારી સબસિડી આવી નથી, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારી સબસિડી કેમ બંધ થઈ ગઈ છે. LPG પર સબસિડી બંધ થવાનું સૌથી મોટું કારણ LPG આધાર લિંકિંગની ઉપલબ્ધતા ન હોવાને કારણે હોઈ શકે છે. આ ઉપરાંત એક કારણ એ પણ છે કે જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ છે, તો તેમને સબસિડી આપવામાં આવતી નથી.