khissu

મગફળીની રેકોર્ડ બ્રેક આવક: આજનો ઉંચો ભાવ રૂ. 1574, જાણો આજના મગફળીના ભાવ

મગફળીની સિઝન શરૂ થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બે લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવક થઈ છે. જુનાગઢ, જામનગરથી લઇ છેક હળવદથી ખેડૂતો મગફળી લઇ ગોંડલ યાર્ડ પંહોચ્યા છે. મગફળી ભરેલા વાહનોની યાર્ડની બન્ને બાજુ અંદાજે પાંચ કિ.મી. લાંબી કતારો જામી હોય જેના લીધે નેશનલ હાઇવે પર ટ્રાફિક ભરચક થવા પામ્યો છે.

ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની 1.70 લાખ ગુણીની આવક થઈ હતી જેમાંથી સોમવારે માત્ર 53થી 54 હજાર ગુણીના વેપારો થયા હતા. 

ઈદની રજાને કારણે ગોંડલ અને ઉત્તર ગુજરાતના કેટલાક મોટા મગફળીનાં પીઠાઓમાં ગઈ કાલે રજા હતી, જેને પગલે મગફળીની આવકો સરેરાશ ઓછી જોવા મળી હતી. બીજી બાજુ સીંગદાણામાં નિકાસ વેપારો અને લોકલ તહેવારોની પણ માંગ નીકળી હોવાથી બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીનાં 
ભાવમાં મણે રૂ. 10 અને સીંગદાણામાં ટને રૂ. 500થી 1000ની તેજી આવી હતી. 

ગઈ કાલે પાલનપુરમાં ઝીણી મગફળીની 26210 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 950થી 1321 સુધીના બોલાયા હતા. હળવદમાં જાડી મગફળીની 14803 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 750થી 1194 સુધીના બોલાયા હતા. 

જાડી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો જાડી મગફળી સૌથી ઉંચો ભાવ તળાજા માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1574 બોલાયો હતો અને ઝીણી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો ઝીણી મગફળી સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1495 બોલાયો હતો.

કાલના (તા. 20/10/2021, મંગળવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

પોરબંદર

875

876

વિસાવદર 

840

1300

રાજકોટ

865

1160

જામજોધપુર 

700

1120

તળાજા

1200

1574

માણાવદર 

1200

1201

ભેસાણ 

800

1042

હળવદ

750

1194

ભાવનગર

1021

1164

જામનગર

900

1100

 

કાલના (તા. 20/10/2021, મંગળવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

તળાજા

1000

1270

બાબરા

870

930

વડગામ

1070

1161

શિહોરી

1030

1125

લાખાણી

1011

1099

ઉપલેટા

900

1058

રાજકોટ

780

1133

જામજોધપુર 

850

1250

ધ્રોલ

800

1000

જામનગર 

850

1360

પાલનપુર

950

1321

ધાનેરા

1000

1172

ભીલડી

1000

1162

ઈકબાલગઢ

1000

1253

ડિસા

1020

1262

વિસાવદર

770

1010

મોરબી

700

1136

સતલાસણા

1050

1115

ભાવનગર

925

1495

ખંભાળીયા

850

1005

લાલપુર

650

805

થરા

1041

1182