Top Stories

મહિલા ઉત્કર્ષ યોજના 2020 - 1 લાખ રૂપિયાની લોન 0% વ્યાજે મળશે

નમસ્તે...ગુજરાતની મહિલા સશકત, આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. 

  • ગુજરાત રાજ્યની મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરાઇ છે.
  • જે યોજના માટે ગુજરાત સરકારે 175 કરોડનું બજેટ ફાળવાયું છે.
  • જે અંતર્ગત ગુજરાતની મહિલાઓને 0% વ્યાજે 1 લાખ ની લોન મળશે.
  • જેમાં ગુજરાત ની 10 લાખથી વધુ મહિલાઓને 0% વ્યાજે લોન મળશે.
  • બેંક માંથી લીધેલ લોન નું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ માતૃશક્તિને આપવામાં આવશે.
  • ગુજરાત રાજ્યની 1 લાખ મહિલા ઉત્કર્ષ જૂથની કુલ 10 લાખ માતા-બહેનો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં લાભ લઈ શકશે.
  • લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી પણ અપાશે.

લોન કઈ બેંક માંથી મળશે? 

મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. વધારે વિસ્તૃત માહિતી માટે વિડીયો જોવો.