khissu

આ 5 કામ માટે રોકડા રૂપિયાનો કરો ઓછો ઉપયોગ, નહીં તો આવી જશો ઈન્કમ ટેક્સની રડારમાં

તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં પડેલી આઈટી રેડને કારણે આજકાલ બધે તેની જ ચર્ચા થઈ રહી છે, નોંધનિય છે કે, આવકવેરા ટીમ આ દિવસોમાં રોકડની લેવડ-દેવડને લઈને ખૂબ જ સાવધ બની ગઈ છે અને રોકડ દ્વારા થતા વ્યવહારો પર ચાંપતી નજર રાખી રહી છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી, આવકવેરા વિભાગે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, હાઉસ બ્રોકર પ્લેટફોર્મ જેવા રોકાણના વિવિધ પ્લેટફોર્મ પર લોકો માટે રોકડ વ્યવહારના નિયમોને કડક બનાવ્યા છે.  તેથી જો તમે પણ આ સમયે રોકડમાં લેનદેન કરતા હોય તો સાવધાન. તમારા દરેક વ્યવહાર પર આઈટી વિભાગ નજર રાખી રહ્યું છે. તો આવો જાણીએ તમારે રોકડ વ્યવહાર કઈ કઈ જગ્યાએ ન કરવો જોઈએ.

બેંક FD
તમને જણાવી દઈએ કે, જો તમે વર્ષમાં એક કરતા વધુ વાર તમારી બેંક FDમાં 10 લાખથી વધુ પૈસા જમા કરાવો છો, તો આવકવેરા વિભાગ તમને તમારા નાણાંના સ્ત્રોત વિશે માહિતી માંગી શકે છે. તેથી જ જો તમે એફડીમાં પૈસા જમા કરાવવા માંગતા હોય તો કા તો ઓનલાઈન અથવા ચેક દ્વારા પૈસા જમા કરાવો તે યોગ્ય રહશે.

ક્રેડિટ કાર્ડની ચુકવણી
આ ઉપરાંત જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ એક લાખથી વધુ હોય અને તમે તેની ચૂકવણી રોકડેથી કરો છો તો આવકવેરા વિભાગને જવાબ આપવો પડશે. તો બીજી તરફ તમે એક વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં જમા કરાવો છો, તો આવકવેરા વિભાગને તમારા તમનારા પૈસાનો સ્ત્રોત જણાવવો પડશે .

બેંક સેવિંગ એકાઉન્ટ
જો તમે એક વર્ષમાં 1 કે તેથી વધુ ખાતામાં રૂ. 10 લાખ કે તેથી વધુ જમા કરો છો, તો આવકવેરા વિભાગ તમને તમારા નાણાંના સ્ત્રોત વિશે પ્રશ્નો પૂછી શકે છે.

શેર, મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડની ખરીદી પર
તો બીજી તરફ જો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અથવા બોન્ડ વગેરે ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે તમે એક નાણાકીય વર્ષમાં 10 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી. અને જો તમે આનાથી વધુ રોકડમાં લેવડદેવડ કરશો તો તમારે સવાલોના જવાબ આપવા પડી શકે છે.

પ્રોપર્ટીમાં લેણદેણ
આ ઉપરાંત જો તમે પ્રોપર્ટી રજિસ્ટરમાંથી રોકડમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો, તો તેની માહિતી પણ આવકવેરા વિભાગને આપવામાં આવે છે. જો તમે પ્રોપર્ટી રજિસ્ટ્રાર પાસેથી 30 લાખથી વધુની કોઈ પ્રોપર્ટી કેશમાં ખરીદો છો અથવા વેચો છો, તો તેની માહિતી પ્રોપર્ટી રજિસ્ટ્રાર દ્વારા આવકવેરા વિભાગને આપવામાં આવે છે.