khissu

MapMyIndia : હવે Google Map ને ટક્કર મારશે ભારતીય એપ્લિકેશન, ગૂગલ મેપ કરતા પણ વધુ ફીચર

હવે લોકો અજાણી જગ્યાઓ પર કોઈને પૂછવા કરતા google મેપ નો સહારો લેતા હોય છે જેથી ગુગલ મેપ તેને રસ્તો દેખાડે છે. પરંતુ તમે જાણો છો ગૂગલ આપણા ભારતની કંપની નથી. માનીએ છીએ કે ગૂગલે એક ખૂબ જ મોટું નેટવર્ક ધરાવે છે જેની પાસે ખૂબ મોટો ડેટા રહેલો છે. પરંતુ આપણો દેશ પણ પાછો નહીં પડે કેમકે હવે ભારત વિકસાવવા જઈ રહ્યું છે સ્વદેશી મેપ એપ્લિકેશન જેનું નામ છે MapMyIndia.

MapMyIndia થકી એ બધું કરી શકશે જે તમે ગૂગલે મેપ માં કરતા હતા આ ઉપરાંત ગૂગલ મેપ કરતા પણ વધુ ફીચર જોવા મળશે. જોકે હવે તમારે ગૂગલ મેપ અને ગૂગલ અર્થ ના સહારે નહીં રહેવું પડે.

ભારતની અવકાશ સંશોધન કંપની ISRO પોતાના સેટેલાઇટનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરશે અને MapMyIndia સાથે ભાગીદારી કરશે. MapMyIndia દ્વારા તમે ગૂગલ મેપની જેમ જ લોકેશન પણ જોઈ શકશો.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISROએ લોકેશન એન્ડ નેવિગેશન ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઇડર MapMyIndia સાથે ભાગીદારી કરી છે. MapMyIndia ના સીઈઓ અને એકસિક્યુટિવ ડિરેક્ટર રોહન વર્માએ જણાવ્યું હતું કે, ઈસરો દ્વારા સેટેલાઈટની તસ્વીર અને ડેટા ઉપલબ્ધ કરાશે અને MapMyIndia દ્વારા ડિજિટલ સેવા પ્રદાન કરાશે.

આ માટે ISRO NAVIC અને Bhuvan જેવી સ્વદેહી સર્વિસની મદદ લેશે. જેમાં NAVIC (Navigation with Indian Constellation)એ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જે ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ છે અને Bhuvanએ એક કેન્દ્રીય જિયો પોર્ટલ છે જેમાં લોકેશન ડેટા સર્વિસ અને એનાલિસિસ માટેના ટુલ્સ છે.

ભારતની આ સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ગૂગલ મેપ કરતા પણ વિશેષ ફીચર આપશે જેમાં ભારત સરકારની માર્ગદર્શિકાના આધારે સરહદી વિસ્તારો દર્શાવવામાં આવશે અને ISRO દ્વારા વાસ્તવિક સેટેલાઇટ છબીઓ પણ મળશે.

MapMyIndia ના સીઈઓ અને એકસિક્યુટિવ ડિરેક્ટર રોહન વર્માએ જણાવ્યું કે, આમાં વપરાશકર્તાને નેવિગેશન સેવાઓ, નકશા અને ભૌગોલિક સેવાઓ માટે આપણે વિદેશી સંગઠનો પર આધાર નહીં રાખવો પડે.