khissu

માર્કેટયાર્ડ ચાલુ થતા કપાસના ભાવમાં તેજીનો માહોલ: આજનો ઉંચો ભાવ ૧૩૯૦, જાણો આજની 30+ માર્કેટ યાર્ડના ભાવ

 હોળી અને માર્ચ એન્ડીંગને કારણે જીનો આઠ થી દસ દિવસ બંધ રહેતાં કપાસિયામાં શોર્ટેજની સ્થિતિ હોવાથી તેમાં ભાવ સુધર્યા હતા તેનો ટેકો કપાસના ભાવને મળ્યો હતો.  કપાસિયા તેલ પણ વધીને રૂ. 1290 થી બોલાવાનું ચાલુ થતાં તેની સીધી અસર કપાસ ઉપર જોવા મળશે.

ગઇકાલે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટીને 35 થી 40 હજાર મણની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં હાલ 8 થી 10 જીનો જ ચાલુ છે. મોટાભાગની જીનોએ મજૂરોને રજા આપી દીધી હોવાથી કડીમાં કપાસ-રૂની સીઝન પૂરી થઇ હોવાનુ કહી શકાય. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક શુક્રવારે ઘટીને 8 થી 10 ગાડીની હતી અને ભાવ રૂ. 1050 થી 1270 બોલાતા હતા.જ્યારે કાઠિયાવાડના કપાસની આવક 15 થી 20 ગાડીની હતી અને તેના ભાવ રૂ. 1150 થી 1280 બોલાતા હતા. કડીમાં શુક્રવારે કપાસમાં મણે રૂ. 10 થી 15 ઘટયા હતા. 

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે આવક ઘટીને 30 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ. 1100 થી 1125 અને ઊંચામાં રૂ. 1300 થી 1325 બોલાયા હતા.

આજના કપાસના ભાવોની વાત કરીએ તો બોટાદ માર્કેટ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ રૂપિયા 1390 બોલાયો છે અને રાજકોટ, અમરેલી, ગોંડલ, બાબરા વગેરે માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1300+ રહ્યા છે.

હવે જાણી લઈએ આજના (03/04/2021,શનિવાર) બજાર ભાવો 
 

રાજકોટ :- નીચો ભાવ 1175 ઉંચો ભાવ 1334
 

અમરેલી :- નીચો ભાવ  745 ઉંચો ભાવ 1331

સાવરકુંડલા :- નીચો ભાવ  950 ઉંચો ભાવ 1200

જસદણ :- નીચો ભાવ  1150 ઉંચો ભાવ 1300

બોટાદ :- નીચો ભાવ  1150 ઉંચો ભાવ 1390

મહુવા :- નીચો ભાવ  915 ઉંચો ભાવ 1218

ગોંડલ :- નીચો ભાવ  951 ઉંચો ભાવ 1311

જામજોધપુર :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1310

ભાવનગર :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1309

જામનગર :- નીચો ભાવ  900 ઉંચો ભાવ 1274

બાબરા :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1324

જેતપુર :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1271

મોરબી :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1200

રાજુલા :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1291

હળવદ :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1242

‌વિસાવદર :- નીચો ભાવ  840 ઉંચો ભાવ 1220

તળાજા :- નીચો ભાવ  1032 ઉંચો ભાવ 1180

ઉપલેટા :- નીચો ભાવ  1100 ઉંચો ભાવ 1215

‌વિછીયા :- નીચો ભાવ  1100 ઉંચો ભાવ 1270

ભેંસાણ :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1280

લાલપુર :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1300

પાલીતાણા :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1140

હારીજ :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1001

‌વિસનગર :- નીચો ભાવ  651 ઉંચો ભાવ 1291

‌વિજાપુર :- નીચો ભાવ  1260 ઉંચો ભાવ 1298

‌હિંમતનગર :- નીચો ભાવ  1155 ઉંચો ભાવ 1205

સિધ્ધપુર :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1300

ગઢડા :- નીચો ભાવ  1150 ઉંચો ભાવ 1322

ઢસા :- નીચો ભાવ  1070 ઉંચો ભાવ 1218

ઉનાવા :- નીચો ભાવ  1055 ઉંચો ભાવ 1177

ઇકબાલગઢ :- નીચો ભાવ  1071 ઉંચો ભાવ 1072