khissu

GST માં 1લી એપ્રિલથી લાગુ થશે નવી સિસ્ટમ! 1.80 લાખ કંપનીઓ પર થશે સીધી અસર

માર્ચ એન્ડિંગ એટલે નવા નાણાકીય વર્ષની શરૂઆત. આ વખતે 1લી એપ્રિલથી શરૂ થઇ રહેલા આ નવા નાણાકીય વર્ષમાં ઘણા મોટા નિયમોમાં ફેરફાર થવાના છે. જી હાં મિત્રો, 1 એપ્રિલથી GSTના નિયમો બદલાઈ રહ્યા છે. જેથી આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તો જાણો આ શું છે આ ફેરફાર..

વાસ્તવમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ જણાવ્યું હતું કે, 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ 1 એપ્રિલથી B2B (વ્યવસાયથી વ્યવસાય) વ્યવહારો માટે ઇલેક્ટ્રોનિક ઇન્વૉઇસ કાપવા પડશે. આ અગાઉ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ B2B ટ્રાન્ઝેક્શન પર રૂ. 500 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 1 ઓક્ટોબર, 2020થી ઇ-ઇન્વૉઇસિંગ ફરજિયાત કરવામાં આવ્યું હતું.

50 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ રેન્જમાં હતી
નોંધનીય છે કે, અગાઉ 1 જાન્યુઆરી, 2021થી 100 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે તે ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. ગયા વર્ષે 1 એપ્રિલથી, રૂ. 50 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B2B વ્યવહારો માટે ઈ-ઈનવોઈસિંગ જનરેટ કરી રહી હતી. પરંતુ આ નાણાકીય વર્ષથી, 20 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ B2B (વ્યવસાયથી વ્યવસાય) વ્યવહારો માટે ઇલેક્ટ્રોનિક ચલણ કાપવું પડશે.

ટેક્સ નિયમોમાં પારદર્શિતા રહેશે
GST નિયમોમાં આ ફેરફાર બાદ 20 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને તેના કાર્યક્ષેત્રમાં સામેલ કરવામાં આવી રહી છે. EY ઈન્ડિયાના ટેક્સ પાર્ટનર બિપિન સપરાએ કહ્યું કે, આ પગલા પછી ટેક્સ સંબંધિત નિયમોના અમલીકરણમાં પહેલા કરતા વધુ પારદર્શિતા આવશે. આ સાથે ઈનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધિત છેતરપિંડી પણ ઓછી થશે. એટલે કે આ નિયમ લાગુ થયા બાદ ટેક્સ સંબંધિત સમસ્યાઓમાં પણ ઘટાડો થશે.