khissu

આ બેન્ક FD પર આપી રહી છે 'રેકોર્ડ બ્રેક' વ્યાજ, SBI અને HDFC બેન્કનું કંઈ જ ના આવે, હડી કાઢીને રોકાણ કરી દો

Money Making Tips: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરી 2023માં વધાર્યો હતો. સેન્ટ્રલ બેંક દ્વારા રેપો રેટમાં વધારો ન કરવાને કારણે હાલમાં બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD ઈન્ટરેસ્ટ રેટ)ના વ્યાજ દરમાં કોઈ મોટો વધારો થવાની કોઈ શક્યતા નથી. પરંતુ, તમારી પાસે હજુ પણ FD પર ભારે વ્યાજ મેળવવાની તક છે.

સ્મોલ ફાઇનાન્સ સેક્ટરની ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકમાં FD (fincare small finance bank FD Rates) કરીને તમે વાર્ષિક 9.15 ટકા સુધીનું વળતર મેળવી શકો છો. ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ પર આપવામાં આવતું વ્યાજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને HDFC બેંક જેવી મોટી બેંકો કરતા ઘણું વધારે છે.

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકની વેબસાઇટ અનુસાર બેંક સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની મુદતવાળી FD પર રૂ. 2 કરોડથી ઓછીની ફિક્સ્ડ ડિપોઝિટ પર 3 ટકાથી 8.51 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. જ્યારે તે વરિષ્ઠ નાગરિકોને FD પર 3.60 ટકાથી 9.15 ટકા વ્યાજ ઓફર કરે છે.

આ FD પરના વ્યાજ દરો છે

Fincare Small Finance Bank 7 થી 14 દિવસની વચ્ચે પાકતી FD પર 3 ટકા, 15 દિવસથી 30 દિવસની વચ્ચે પાકતી FD પર 4.50 ટકા અને 31 દિવસથી 45 દિવસની વચ્ચે પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 4.75 ટકા વાર્ષિક દરે વ્યાજ ચૂકવે છે. ગ્રાહકોને 46 દિવસથી 90 દિવસમાં પાકતી FD પર 5.25 ટકા વ્યાજ, 91 થી 180 દિવસમાં પાકતી FD પર 5.75 ટકા વ્યાજ અને 181 થી 365 દિવસમાં પાકતી FD પર 6.50 ટકા વ્યાજ મળી રહ્યું છે.

તેવી જ રીતે બેંક 30 મહિના અને એક દિવસથી 999 દિવસમાં પાકતી FD માટે 8 ટકા વ્યાજ ઓફર કરે છે. 36 મહિના અને એક દિવસથી 42 મહિનાની વચ્ચે પાકતી FD માટે 8.51 ટકા વ્યાજ આપવામાં આવે છે. ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક 42 મહિના અને એક દિવસથી 59 મહિનાની વચ્ચે પાકતી બેંક FD પર 7.50 ટકા વ્યાજ ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ગ્રાહકોની સરખામણીએ તમામ કાર્યકાળની એફડી પર 50 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ મળી રહ્યું છે.