Top Stories
khissu

મુકેશ અંબાણીની કંપનીનો માત્ર ૨૮ રૂપિયાનો આ શેર કરી શકે છે તમને માલામાલ...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીની એવી અનેક કંપની પણ છે જેના શેરની કિંમત ૫૦ રૂપિયા કરતી પણ ઓછી છે. ટેક્સટાઈલ સેક્ટરની કંપની આલોક ઇન્ડસ્ટ્રી આવી જ એક કંપની છે.

આલોક ઇન્ડસ્ટ્રીના મેનેજમેન્ટમાં બદલાવ કરવામાં આવ્યો છે અને અનિલ કુમાર મુંગાડને મુખ્ય વિત્તીય અધિકારી બનાવવામાં આવ્યા છે. તેમને ફાયનાન્સનો ૩૦ વર્ષનો બહોળો અનુભવ છે. તેઓ ૨૦૦૨થી રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલા છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

ભૂતકાળમાં અનેક વખત આ કંપનીના શેર પર કંપનીએ ઘણું જ સારું વળતર શેરધારકોને આપ્યું હતું અને હજુ આજે પણ આપે છે. એક મહિના માટે જેને આ શેર રાખ્યો હોય એને ૧૦.૭૪ % જેટલું રીટર્ન મળ્યું છે.

એમાય એક વર્ષ સુધી જેમણે શેર રાખ્યા, એમને તો ૭૦ % જેટલું રીટર્ન મળ્યું છે. અલબત, અહીં નોંધવું જોઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સીધી રીતે આ કંપની સાથે જોડાયેલી નથી પરંતુ મુખ્ય પ્રમોટર છે.