Top Stories

મુખ્યમંત્રી કિશાન સહાય યોજના: ખેડૂતને મળશે 20-25 હઝાર ની સહાય, જાણો કેવી રીતે?

  • CM વિજય રૂપાણીએ રાજ્યના લાખો કિસાનો માટે 10 ઑગસ્ટ નાં રોજ મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી હતી.
  • આ યોજનામાં અનિયમિત વરસાદ અને વધારે વરસાદને કારણે ખેડૂતના પાક ને નુકશાન થાય તો વધારે વળતર મળવાપાત્ર રહેશે.
  • આ યોજના માં કોઈપણ પ્રકારનુ પ્રિમિયમ ખેડૂતે નહીં ભરવું પડે અને એસ.ડી આર એફ ના લાભો ને યથાવત રાખી આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માં લાભ અપાશે.

યોજનામાં સહાયના ધોરણ :

  • મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન માં ૩૩ % થી ૬૦ % માટે રૂ. ૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર સહાય અને વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
  • ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૬૦ % થી વધુ નુકશાન તો રૂ. ૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર ચુકવણી, જેમાં વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં લાભ મળશે.

: ક્યાં ક્યાં જોખમ માં લાભ મળી શકશે? 

1. અનાવૃષ્ટિ (દુષ્કાળ) 

2. અતિવૃષ્ટિ 

3. કમોસમી વરસાદ (માવઠું)

[1]  અનાવૃષ્ટિ (દુષ્કાળ જેવી સ્થિતિ ) :

રાજ્ય ના જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય તેવા વિસ્તારોમાં અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત ઝીરો વરસાદ હોય અને ખેતીના વાવેતરમાં પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ/ દુષ્કાળ ગણવામાં આવશે અને એમાં લાભ મળવા પાત્ર રહશે .

[2] અતિવૃષ્ટિ :

 કોઈ તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે અને તેમાં ખેડૂત ને લાભ મળશે.

[૩] કમોસમી વરસાદ (માવઠું): 

રાજ્ય માં ૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) ગણવામાં આવશે જેમાં પણ ખેડૂત ને લાભ મળશે. 

 ફોર્મ ક્યાં ભરવું અને લાભ કેવી રીતે મળશે?

- રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ના ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ (Forest Right Act) હેઠળના ખેડુત લાભાર્થી ને જ લાભ મળશે.

  • આ યોજનાના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઈશે.
  • Online અરજી ગામ માંથી VCE દ્વારા કરવાની રહશે / ખેડૂત માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે.
  • ફોર્મ Online ભરવાનું રહશે.
  • ત્યાર પછી સર્વે કરવામાં આવશે. ( જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ટીમ તેયાર કરવામાં આવશે )
  • સર્વે બાદ ખેડૂત ના બેંક ખાતામાં (DBT) direct benifit transfer થી પૈસા જમા કરવામાં આવશે.
  • વધારે માહિતી માટે વિડિયો જોવો. અને coment કરો. સાથે Official PDF પણ જોઈન કરેલ છે નીચે ડાઉનલોડ કરો .

Mukhyamantri Kishan sahay yojna ની વધારે માહિતી માટે વિડિયો જોવો.