khissu

મુંબઈ ઈન્ડિયન્સે કિંગ્સ ઈલેવન પંજાબને 48 રનથી હરાવ્યું, પોઇન્ટ ટેબલમાં લાંબી છલાંગ મારી પ્રથમ સ્થાને, બોલિંગમાં બુમરાહ નું શાનદાર પ્રદર્શન

આજે (1, October) રમાયેલા ipl 2020 ના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે કિંગ્સ ઈલેવન પંજાબને 48 રન નાં મોટા માર્જિનથી હરાવી દીધું છે. મુંબઈની જીત થી આઈપીએલમાં સતત ફોન માં ચાલી રહેલી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ ની જીત ના સિલસિલા પર બ્રેક લાગી છે. 

ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ની શરૂઆત ખરાબ થઈ હતી. ઇનિંગ્સની પેલી ઓવરમાં જ ડી કોક ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થઈ ગયો હતો. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ 70 રન ની કપ્તાની ઇનિંગ્સ રમી હતી. એક સમયે એવું લાગતું હતું કે મુંબઈ નો સ્કોર માંડ 150 જેટલો થશે. પરંતુ છેલ્લી ચાર ઓવરમાં પોલાર્ડ અને હાર્દિક પંડયાની તોફાની બેટિંગ ના કારણે મુંબઈ એ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 191 રન બનાવ્યા. 

192 રનનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. ટીમનો કોઇ પણ બેસ્ટ મેન ફિફ્ટી પણ મારી શક્યો ના હતો. મુંબઈની ધારદાર બોલિંગના કારણે પંજાબની ટીમ માત્ર 143 રન જ બનાવી શકી હતી. બમરાહ એ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 

મુંબઈની ટીમ આ જીત સાથે જ પોઇન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી છે. ટીમ છઠ્ઠા સ્થાનેથી પહેલા સ્થાને આવી ગઈ છે. અત્યારે પોઇન્ટ ટેબલમાં પાંચ ટીમોના એકસરખા ચાર પોઇન્ટ છે. પરંતુ મુંબઈની ટીમ નેટ રન રેટ ના કારણે પહેલા નંબર પર છે.