Top Stories
khissu

આ 5 શેરમાં કોથળા ભરીને પૈસા રોકે છે મ્યુચ્યુઅલ ફંડ, રિટર્નનો આંકડો હચમચાવી દેશે

ભારતીય શેર માર્કેટમાં રેકોર્ડ સ્તરે વધારો યથાવત છે. જોકે, વોલેટિલિટીમાં પણ વધારો થયો છે. છેલ્લા છ મહીનામાં માર્કેટમાં ખૂબ વધારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, ખાસ કરીને લોકસભા ચૂંટણીના પરીણામો જાહેર થયા બાદ. આમ છતા રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ્સના માધ્યમથી ઇક્વિટીમાં રોકાણ જાળવી રાખ્યું છે. AMFIના આંકડાઓ અનુસાર, છેલ્લા 6 મહીનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સને રેકોર્ડ 1.66 લાખ કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ પ્રાપ્ત થયું છે. વોલેટિલિટી હોવા છતા ફંડ મેનેજર્સે સારી ક્વોલિટીવાળા સ્ટોક્સમાં નવી પોઝિશન લેવાનું યથાવત રાખ્યું છે.

મનીકંટ્રોલના રિપોર્ટમાં આ 5 શેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં 31 ડિસેમ્બરથી 30 જૂન સુધીના સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડોએ પોતાની ભાગીદારી વધારી છે. આ લિસ્ટમાં ફક્ત તે જ સ્ટોક્સને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ વધુ હતું. આ ડેટા ACE મ્યુચ્યુઅલ ફંડના ડેટા પર આધારિત છે.

ઈન્ડસ ટાવર્સ- છેલ્લા 6 મહિનામાં મિડ-કેપ કેટેગરીમાં આવતી કંપની ઈન્ડસ ટાવર્સે મ્યુચ્યુઅલ ફંડ્સને પોતાની તરફ આકર્ષ્યા છે. ઇન્ડસ ટાવર્સનો શેર સૌથી ઉપર રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં 132 સ્કીમોએ આ સ્ટોકને તેમના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો છે. 30 જૂન, 2024 સુધીમાં કુલ 188 સ્કીમોએ ઇન્ડસ ટાવર્સમાં રોકાણ કર્યું છે. આ વધતો રસ એ સંકેત છે કે રોકાણકારો આ કંપનીના ભવિષ્યમાં સંભવનાઓ જોઈ રહ્યા છે અને લાંબાગાળા માટે તેમાં રોકાણ કરવા માંગે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

HDFC લાઇફ ઇન્શ્યોરન્સ કંપની- લાર્જકેપ કંપની HDFC લાઇફ ઇન્શ્યોરન્સે પણ મ્યુચ્યુલ ફંડ્સને આકર્ષિત કર્યા છે. છેલ્લા 6 મહીનામાં 50 સ્કિમ્સે આ સ્ટોકને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યા છે. હવે 192 મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ આ સ્ટોકને હોલ્ડ કરી રહી છે. જે દર્શાવે છે કે રોકાણકારોને આ કંપનીની સ્થિરતા અને વિકાસમાં ભરોસો છે, જે તેને મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન બનાવે છે.

જ્યુબિલેન્ટ ફૂડવર્ક્સ- મ્યુચ્યુઅલ ફંડ્સ મિડ-કેપ કેટેગરીમાં આવતા જુબિલન્ટ ફૂડવર્કસના સ્ટોક્સ પર પણ મહેરબાન થયા છે. તેણે છેલ્લા છ મહિનામાં 15 સ્કિમ્સનું ધ્યાન આકર્ષિત કર્યું છે. 30 જૂન, 2024 સુધીમાં આ સ્ટોકમાં કુલ 138 સ્કિમ્સ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. કંપની એવા રોકાણકારો માટે આકર્ષક રહી છે, જેઓ ફૂડ અને બેવરેજ ઇન્ડસ્ટ્રીમાં ભવિષ્ય જોઇ રહ્યા છે.

એમ્ફેસીસ- Mphasisએ મિડ-કેપ કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ તેની ધાક જમાવી છે. છેલ્લા છ મહિનામાં 22 સ્કીમ્સે આ સ્ટોકને તેમના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો છે, જેમાં 30 જૂન, 2024 સુધી કુલ 170 સ્કીમ્સ દ્વારા રોકાણ કરાયું છે. IT સેક્ટરની આ કંપની રોકાણકારો માટે સારો વિકલ્પ છે.

ઓરોબિંદો ફાર્મા- આ કંપી મિડકેપ કેટેગરીની છે. છેલ્લા 6 મહીનામાં હેલ્થ અને ફાર્મા સેક્ટરમાં ભવિષ્ય જોતી 23 સ્કિમ્સે તેમાં રોકાણ કર્યુ છે. 30 જૂન, 2024 સુધીમાં કુલ 164 સ્કિમ્સ આ સ્ટોકને હોલ્ડ કરી રહી છે.

(Note:- અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. Khissu તેના માટે જવાબદાર રહેશે નહિ, કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો)