Top Stories
khissu

નીતિન ગડકરીએ આપી સૌથી મોટી ખુશખબર, હાઈવે પરથી બધા ટોલ ટેક્સ જ હટી જશે, આખી સિસ્ટમ જાણીને મોજ આવશે

Toll Tax Collection: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાઈવે ચાલકોને મોટી ભેટ આપી છે. જો તમે પણ હાઈવે પર હોવ તો તમારે ટોલ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. ફાસ્ટેગ બાદ સરકાર ટોલ વસૂલાત માટે બીજી નવી પદ્ધતિ લઈને આવી છે. સરકાર હવે જીપીએસ ટેક્નોલોજી દ્વારા ટોલ કલેક્શન કરવાની યોજના બનાવી રહી છે.

સરકારે કહ્યું કે હવે ટોલ પ્લાઝા પર રોકાવાની અને લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂર નથી. આ સાથે તમને ટ્રાફિક જામમાંથી પણ ઘણી રાહત મળશે. નવી GPS ટોલ સિસ્ટમની રજૂઆત પછી, તમને હાઇવે પર ટોલ પ્લાઝા દેખાશે નહીં. સરકાર દેશભરના તમામ હાઈવે પરથી ટોલ પ્લાઝા હટાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

આવતા વર્ષથી સિસ્ટમ શરૂ થશે

સરકાર આગામી વર્ષથી ટોલ ટેક્સ વસૂલવા માટે નવી સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે હવે હાઈવે અને એક્સપ્રેસ વે પર જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લગાવવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આવતા વર્ષે માર્ચ સુધીમાં હાઈવે અને એક્સપ્રેસ વે પર જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લગાવવામાં આવશે.

નીતિન ગડકરીએ માહિતી આપી હતી

નીતિન ગડકરીએ કહ્યું કે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ લાગુ થવાથી હાઈવે પરના જામનો અંત આવશે. આ સાથે જ વાહનો પાસેથી વાસ્તવિક અંતરના હિસાબે ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.

પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે

નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના કોરિડોર પર સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે.

ઓટોમેટિક નંબર પ્લેટ બનાવવાની કામગીરી ચાલી રહી છે

આ સાથે તેમણે કહ્યું કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે વાહનોને રોક્યા વિના ઓટોમેટિક ટોલ કલેક્શન સિસ્ટમને સક્ષમ કરવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમના બે પ્રાયોગિક પ્રોજેક્ટ પણ ચલાવ્યા છે.

ટોલ કેવી રીતે કાપવામાં આવશે?

આ નવી GPS ટોલ સિસ્ટમમાં તમે ટોલ પ્લાઝા પાર કરતાની સાથે જ તમારા વાહનની નંબર પ્લેટ સ્કેન કરવામાં આવશે. આ પછી, તમારા બેંક ખાતામાંથી ટોલ વસૂલાત કાપવામાં આવશે.