khissu

નવો આદેશ: પોસ્ટમોર્ટમ હવે સુર્યાસ્ત પછી પણ થઇ શકશે, જો કે મૃત્યનું કારણ આ ન હોવું જોઈએ...

કેન્દ્ર સરકારે હત્યા, આત્મહત્યા, બળાત્કાર, વિકૃત મૃતદેહો અને શંકાસ્પદ કેસો સિવાય યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી મૃતદેહોના પોસ્ટમોર્ટમની મંજૂરી આપી છે. તેની મંજૂરી પાછળ છુપાયેલો એક મોટો હેતુ અંગદાનનો છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ સંદર્ભમાં નવી ગાઇડલાઈન બહાર પાડી છે. નવી માર્ગદર્શિકા હેઠળ, જે હોસ્પિટલોમાં રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા છે તે હવે સૂર્યાસ્ત પછી પણ પોસ્ટમોર્ટમ કરી શકશે.

સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે બ્રિટિશ સમયની સિસ્ટમ ખતમ કરી દેવામાં આવી છે.  નવા પ્રોટોકોલ મુજબ અંગ દાન માટે પોસ્ટમોર્ટમ પ્રાધાન્યતા પર અને સૂર્યાસ્ત પછી પણ તે હોસ્પિટલોમાં થવું જોઈએ કે જેની પાસે નિયમિત ધોરણે આવા પોસ્ટમોર્ટમ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ નિર્ણયમાં, સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે પોસ્ટમોર્ટમનું વીડિયો રેકોર્ડિંગ રાત્રે તમામ પોસ્ટમોર્ટમ માટે કરવામાં આવશે જેથી કોઈ શંકા દૂર થઈ શકે અને કાયદાકીય હેતુઓ માટે.