Top Stories
khissu

ખેડુતો માટે નવી યોજના, ટ્રેકટર ખરીદવા પર મળશે 50 ટકા સબસીડી

 નમસ્કાર ખેડુત મિત્રો, દેશમાં હાલ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તે પછી મહિલાઓ, ખેડૂત હોય કે બાળકો હોય. તમામ નાગરિકો માટે કોઈને કોઈ યોજનાનો દેશમાં ચાલી રહી છે. એવામાં ભારત સરકાર ખેડૂતો માટે નવી યોજના લાવી છે. ટ્રેકટર સહાય યોજના. આ યોજના અંતર્ગત લાભાર્થીને 50 ટકા સહાય આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ ટ્રેક્ટર ખરીદતી વખતે ખેડૂતોને અડધા પૈસા ચૂકવવા પડશે અને અડધા પૈસા સરકાર આપશે. કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણી રાજ્ય સરકારો પણ ટ્રેક્ટર ખરીદતી વખતે 20 થી 50 ટકા સબસિડી આપે છે.

હવે જો તમે ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે સરકારની આ યોજનાનો લાભ લઈ શકો છો. પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ અરજી કરવા માટે તમારે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવું પડશે. આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે તમામ રાજ્યો દ્વારા ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યા છે.

પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ મળતી સબસિડીનો લાભ લેવા માટે કેટલાક દસ્તાવેજો આપવા પડશે. પીએમ કિસાન ટ્રેક્ટર યોજનામાં અરજી કરતી વખતે, તમારી પાસે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, બેંક વિગતો, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે જેવા દસ્તાવેજો હોવા જોઈએ.