અમદાવાદ જિલ્લામાં ૩૧ ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્: પોલીસ કમિશ્નરનુ નવું જાહેરનામું

ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોના નું સંક્રમણ વધ્યું હતું જેને કારણે અમદાવાદ જિલ્લાની સાથે બીજા ત્રણ જિલ્લાઓ જેવા કે રાજકોટ, સુરત અને વડોદરા માં 23 નવેમ્બર થી 7 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું તેમનો સમયગાળો ૭ ડીસેમ્બર ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે.

ત્યારે અમદાવાદ જિલ્લાના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ એ નવું જાહેરનામું બહાર પાડ્યું છે એ મુજબ અમદાવાદ જિલ્લામાં 7 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રાખવામાં આવશે.

રાત્રી કર્ફ્યુ નો સમયગાળો નવ વાગ્યાથી લઈ અને છ વાગ્યા સુધીનો રહેશે.

બીજા કોઈ નિયમોમાં ફેરફાર નહીં 23 નવેમ્બરથી ૭ ડિસેમ્બર સુધી જે નિયમો હતા એ નિયમો 31 ડિસેમ્બર સુધી અમદાવાદ જિલ્લામાં યથાવત રહેશે.

સાથે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રી કર્ફ્યુ લંબાવી શકે એવા સંકેતો મળ્યા છે ત્યાં 21 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ લંબાઈ શકે છે અને એમનો સમય ગાળો રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી થઈ શકે છે જેની સત્તાવાર જાહેરાત આજે રાત્રે એટલે કે 7 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.