khissu

ખુશખબર! હવે વિદ્યાર્થીઓનું પણ બનશે ઇ-શ્રમ કાર્ડ, જાણો આ યોજના અંગેના તમામ નિયમો

 દેશની મોટી વસ્તી અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આવી સ્થિતિમાં અસંગઠિત ક્ષેત્રના લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકાર એક ખાસ યોજના લઈને આવી છે. આ યોજનાનું નામ ઈ-શ્રમ કાર્ડ યોજના છે. આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના લોકોના ઈ-શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવે છે.

ઈ-શ્રમ કાર્ડ બનાવવા પાછળનો સરકારનો ઉદ્દેશ્ય શ્રમિકો અને બેરોજગાર લોકોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે. આ માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જો આપણે સરકારી આંકડાઓ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ કામદારોએ ઈ-શ્રમ પોર્ટલમાં તેમનું રજીસ્ટ્રેશન કરાવ્યંણ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ઈ-શ્રમ કાર્ડ બનાવીને સરકારી યોજનાઓનો લાભ લેવા ઈચ્છો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે.

આ લોકોને યોજનાનો લાભ મળશે 
- સરકારની માર્ગદર્શિકા અનુસાર, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી કોઈપણ વ્યક્તિ આ કાર્ડનો લાભ લઈ શકે છે. 
- આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર 16 વર્ષથી ઉપર અને 59 વર્ષથી ઓછી હોવી જોઈએ.
- બેરોજગાર વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર 16 વર્ષથી વધુ છે તેઓ આ કાર્ડનો લાભ લઈ શકે છે.
- આ યોજનાનો લાભ લેવા આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, રેશન કાર્ડ અથવા વીજળીનું બિલ હોવું ફરજિયાત છે.

આ લોકો યોજનાનો લાભ લઈ શકશે નહીં 
- જેઓ EPFO અથવા ESIC ના સભ્ય છે. 
- ટૂંકમાં, સંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈપણ વ્યક્તિને આ યોજનાનો લાભ નહીં મળે.

રજિસ્ટ્રેશન કરવાની રીત
- સૌ પ્રથમ લેબર પોર્ટલની વેબસાઇટ https://register.eshram.gov.in/ પર લોગ-ઈન કરવું.
- તેમાં આપેલ 'Register on eSHRAM'  ઓપ્શન પર ક્લિક કરવું.
- હવે તેમાં સક્રિય હોય તેવો ફોન નંબર દાખલ કરવો. 
- ત્યારપછી એપ્લીકેશન ફોર્મમાં બધી માહિતી દાખલ કરી સંપૂર્ણપણે ભરવું
- આ સાથે જરૂરી દસ્તાવેજો જે પૂછવામાં આવ્યા હોય તે અપલોડ કરવા.
- પછી સબમિટ વિકલ્પ ક્લિક કરવું.