khissu

હવે મતદાર આઈડીને પણ આધાર સાથે લિંક કરવું પડશે, લોકસભામાં પસાર થયુ બિલ, જાણો કેમ લીંક કરવું?

આજે મતદાર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બિલ (આધાર-મતદાર આઈડી લિંક બિલ) લોકસભામાં પસાર થઈ ગયું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં ચૂંટણી સુધારણા બિલ 2021 રજૂ કર્યું. આ બિલ દ્વારા જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં ફેરફાર કરવામાં આવશે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે બુધવારે કેન્દ્રીય કેબિનેટે આ ફેરફારોને મંજૂરી આપી હતી.

મતદાર આઈડી કાર્ડમાં ફેરફાર શક્ય છે: આજે લોકસભામાં રજૂ થનારા ડ્રાફ્ટ બિલમાં જણાવવામાં આવ્યું છે કે મતદાર યાદીમાં ડુપ્લિકેશન અને બોગસ મતદાનને રોકવા માટે મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. આ સિવાય મતદાર યાદીને આધાર સાથે લિંક કરવાનો પ્રસ્તાવ છે. જો કે, અત્યારે તે દરેક માટે ફરજિયાત નથી.

કેવી રીતે લિંક કરવું: સૌથી પહેલા તમારે વેબસાઇટ https://voterportal.eci.gov.in/ પર જવું પડશે.
તમારા મોબાઈલ નંબર / ઈમેલ આઈડી / મતદાર આઈડી નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો
તે પછી ત્યાં તમારો ઇચ્છિત પાસવર્ડ દાખલ કરો.
રાજ્ય, જિલ્લો.  અને વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમ કે નામ, જન્મ તારીખ અને પિતાનું નામ.
વિગતો ભર્યા પછી 'સર્ચ' બટન પર ક્લિક કરો.
જ્યારે તમે દાખલ કરેલી વિગતો સરકારી ડેટાબેઝ સાથે મેળ ખાય છે, તો વિગતો સ્ક્રીન પર દેખાશે.
સ્ક્રીનની ડાબી બાજુએ દેખાતા વિકલ્પ 'ફીડ આધાર નંબર' પર ક્લિક કરો.
એકવાર પોપ-અપ પેજ ખુલે, તમારે તમારું આધાર કાર્ડ, આધાર નંબર, મતદાર આઈડી નંબર, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને/અથવા રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ દાખલ કરવું પડશે.
બધી વિગતો યોગ્ય રીતે દાખલ કર્યા પછી, તેને એકવાર ક્રોસ ચેક કરો અને 'સબમિટ' બટન દબાવો.