khissu

FAO ની ૭૫ મી વર્ષગાંઠ પર પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૭૫ રૂપિયાનો નવો સ્મારક સિક્કો બહાર પાડ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ હાલમાં જ વિજયા રાજે સિંધિયા ના સન્માનમાં ૧૦૦ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો અને હવે દેશના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે શુક્રવારે ૭૫ રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું કે ભારતના ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, આંગણવાડી અને આશા કાર્યકરો કુપોષણ સામેના આંદોલનોનો મજબૂત કિલ્લો છે. તેમની મહેનત થી તેમણે દેશમાં અનાજનો ભંડાર કરી દિધો છે.

FAO એ પાછલા દાયકાઓમાં કુપોષણ સામે ભારતની લડત ખૂબ નજીકથી જોઈ છે. દેશમાં વિવિધ વિભાગોમાં કેટલાક વિભાગો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેમનો દાયરો કા તો મર્યાદિત અથવા ટુકડાઓમાં છૂટોછવાયો હતો.

મોદીજી એ કહ્યું કે અમે એકીકૃત અને સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધ્યા છીએ. કુપોષણ ને પહોંચી વળવા માટે બીજું મહત્વનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. હવે દેશમાં એવા પાકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેમાં પોષ્ટિક પદાર્થો જેવા કે પ્રોટીન, આર્યન, ઝીંક વગેરે વધુ હોય.

અને વધુમાં એમએસપી ના મુદ્દા વિશે પણ કહ્યું કે એમએસપી થી ખેડૂતો ને દોઢ ગણી આવક મળી છે. MSP અને સરકારની ખરીદી એ દેશની અન્ન સુરક્ષાનો ભાગ છે તેથી તેને ચાલુ રાખવું સ્વાભાવિક છે.