khissu

ડુંગળીની બજારમાં મંદીનો દોર યથાવત, ઉંચો ભાવ 456 રૂપિયા, માર્કેટ યાર્ડમાં ડુંગળી લઇ જતા પહેલા જાણી લો ભાવ

ડુંગળીની બજારમાં મંદીનો દોર યથાવત છે. આવકો વધી રહી છે અને સામે ભાવ વધુ ઘટશે તેવી આશાએ લેવાલી પણ ઓછી હોવાથી સરેરાશ બજારમાં મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં ભાવ હજી પણ નીચા જાય તેવી સંભાવનાં દેખાય રહી છે, જોકે નીચા ભાવથી નિકાસવેપારો નીકળશે તો બજારને મોટો ટેકો મળી શકે તેમ છે.

આ પણ વાંચો: ડૉ. આંબેડકર આવાસ યોજના 2022: મકાન કરવા માટે મળશે 1,49,910 ની સહાય, જાણો અરજી કેમ કરવી?

ગોંડલમાં લાલ ડુંગળીની ૨૨૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૪૬થી ૧૯૧નાં હતાં. જયારે સફેદમાં ૨૧૬૫૫ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૧૩૧થી ૧૭૧નાં હતાં.રાજકોટમાં ૫૪૦૦ ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.૪૫થી ૨૦૫નાં ભાવ હતાં

મહુવા માર્કેટીંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના મીની વેકેશન બાદ આજે સોમવારે પ્રથમ દિવસે શીંગ મગડીની ૮૯૩ ગુણીનું વેચાણ થયુ હતુ. જયારે આ યાર્ડમાં લાલ ડુંગળીની ૪૫,૧૨૫ થેલીનું અને સફેદ ડુંગળીની ૮૭,૨૪૬ થેલીનું નોંધપાત્ર પ્રમાણમાં વેચાણ થયુ હતુ

આ પણ વાંચો: વધતી જતી મોંઘવારી વચ્ચે લો આ યોજનાનો પૂરો લાભ, ખાતર લેવા પર મેળવો 100% રકમ

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે ચાલુ મહિનામાં હજી સફેદ આવકોમાં હજી વધારો થાય તેવી ધારણા છે, જેને પગલે સરેરાશ આખો મહિનો ભાવ નીચા રહે તેવી ધારણાં છે. ખેડૂતોએ સફેદ ડુંગળીની આવકો સરેરાશ તબક્કાવાર લાવે તો ભાવ ઘટાડો મોટો રોકી શકાય તેમ છે

મંગળવારના લાલ ડુંગળીનાં ભાવ:-

માર્કેટ યાર્ડ 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

51

180

મહુવા 

65

205

ભાવનગર 

82

185

ગોંડલ 

46

456

જેતપુર 

31

146

વિસાવદર 

60

136

તળાજા 

65

186

ધોરાજી 

51

135

અમરેલી 

120

210

મોરબી 

100

320

અમદાવાદ 

80

200

દાહોદ 

100

300

વડોદરા 

200

300

સુરત 

100

280 

મંગળવારના સફેદ ડુંગળીનાં ભાવ:-

માર્કેટ યાર્ડ 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ભાવનગર 

151

185

મહુવા 

152

214

ગોંડલ 

131

163

તળાજા 

121

162 

આભાર-