khissu

વેકેશન બાદ ડુંગળીના ભાવ વધ્યાં કે ઘટ્યાં? જાણો આજના ડુંગળીના બજાર ભાવો, ભાવ જાણી વેચાણ કરો

ડુંગળીની બજારમાં મીશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. વેકેશન બાદ મહુવામાં સારી ગુણવતાવાળી ડુંગળીના ભાવમાં રૂ. ૫૦-૬૦ સુધીનો સુધારો જોવા મળ્યો છે જ્યારે તમામ સેન્ટરમાં આજે લાલ ડુંગળીની આવકો સારી માત્રામાં થઈ હોવાથી ભાવ ઘટીને નીચામાં ચારથી પાંચ રૂપિયે કિલો ખેડૂતોએ વેચાણ કરવાનો વારો આવ્યો છે. નીચા ભાવથી લેવાલી પણ મર્યાદીત છે, બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ વધતા હોટલ - રેસ્ટોરન્ટ હાલ બંધ હોવાથી બલ્ક માંગ મોટા પાયે ઘટી ગઈ છે. 

મહુવામાં લાલ ડુંગળીની ૧૭૬૪૫ ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૯૩ થી ૩૭૪ સુધીના બોલાયા હતાં. જોકે રૂ. ૩૦૦ ઉપર ખપી હોય તેવી બહુ ઓછી ડુંગળી આવી હતી તેમ વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. સરેરાશ ડુંગળીનો ભાવ રૂ. ૨૦૦ આસપાસ રહ્યાં હતાં. ગોંડલમાં લાલ ડુંગળીની ૧૧ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૭૦ થી ૨૦૧ સુધીના બોલાયા. જ્યારે ભાવનગરમાં ૧૭ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૦૦ થી ૨૫૨ બોલાયા હતાં. મહુવામાં સફેદ ડુંગળીના ૬૫ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ .૧૫૦ થી ૨૪ર નાં રહ્યાં હતાં. સફેદના ભાવ સરેરાશ ટકેલા રહ્યાં છે અને તેમાં બહુ ઘટાડો દેખાતો નથી.

તા. ૦૨/૦૪/૨૦૨૧ ને શુક્રવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૩૭૪ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૪૨ બોલાયો હતો. 

તા. ૦૨/૦૪/૨૦૨૧ ને શુક્રવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 93 ઉંચો ભાવ 374

ભાવનગર :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 252

રાજકોટ :- નીચો ભાવ 85 ઉંચો ભાવ 225

ગોંડલ :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 201 

અમરેલી :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 240

જેતપુર :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 226

પાલીતાણા :- નીચો ભાવ 180 ઉંચો ભાવ 260

વિસાવદર :- નીચો ભાવ 53 ઉંચો ભાવ 161

મોરબી :- નીચો ભાવ 1૦0 ઉંચો ભાવ 200

દાહોદ :- નીચો ભાવ 140 ઉંચો ભાવ 300 

તા. ૦૨/૦૪/૨૦૨૧ને શુક્રવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 242 

ભાવનગર :- નીચો ભાવ 154 ઉંચો ભાવ 204