khissu

ડુંગળીનાં ભાવમાં તેજી, જાણો આજનાં ઊંચા અને નીચા ભાવો સાથે એક ખાસ માહિતી

ગુજરાતમાં ડુંગળીની બમ્પર આવકો હોવા છત્તા ભાવો મજબૂત છે. ખાસ કરીને ગોંડલ, મહુવા અને ભાવનગરમાં હાલ ડુંગળી યાર્ડમાં સમાઈ નહીં એટલી આવી રહી છે, જેની સામે પુષ્કળ વેપારો થઈ રહ્યાં છે. મહુવામાં કાલે ૧.૬૫ લાખ કટ્ટાનાં વેપારો થયાં હતાં. ગોંડલમાં લાલ ડુંગળીની ૧.૫૦ લાખ કટ્ટા અને સફેદની ૪૦ હજાર કટ્ટાની આવક હતી, જેમાંથી લાલ ડુંગળીનાં ભાવ રૂ.૫૦૦ થી ૭૦૦ અને ૪૫ થી ૫૦ હજાર કટ્ટાનાં વેપાર હતા. જ્યારે સફેદનાં ભાવ રૂ.૨૦૦ થી ૪૦૦ અને ૩૦ હજાર કટ્ટાનો વેપાર હતો.

મહુવામાં લાલ ડુંગળીનાં ૭૫ હજાર કટ્ટાનાં વેપાર સાથે ભાવ રૂ.૩૦૦ થી ૭૩૯ અને સફેદમાં ૯૦ હજાર થેલાનાં વેપાર સાથે ભાવ રૂ.૨૫૧ થી ૪૨૦ હતાં. સફેદની આવકો હવે વધવાથી તેમાં ભાવ થોડા વધી શકે છે. હાલ લાલ ડુંગળીના ભાવ ઊંચા હોવાથી સફેદ ડુંગળીમાં ભાવ વધી રહ્યા છે. રાજકોટમાં ડુંગળીનાં ભાવ રૂ.૩૩૦ થી ૬૬૫  હતાં. મહુવા- ગોંડલની તુલનાએ રાજકોટ માં આવક ઓછી છે.

મહુવામાં ખેડૂતો માટે ખાસ નોટિસ: 

મહુવા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂત મિત્રોને તથા કમિશન એજન્ટ ભાઈઓ ને જણાવવામાં આવ્યું છે કે આજ સફેદ કાંદાની આવક ૧૯/૦૨/૨૦૨૧ શુક્રવાર બપોરના ૧૨/૦૦ થી રાત્રિના ૧૦/૦૦ કલાક સુધી લેવામાં આવશે. ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ આપવામાં આવશે નહિ. અને નિયત સમય પહેલા આવનારની હરાજી છેલ્લે કરવામાં આવશે. તેથી નિયત સમય દરમિયાન જ જવાનો આગ્રહ રાખજો. સફેદ ડુંગળીની સાથે કો લાલ ડુંગળી લઈ જશો તો કોઈપણ સંજોગોમાં ઉતારવા દેવામાં આવશે નહિ. એવું મહુવા માર્કેટ યાર્ડ ના અગ્રણી વી.પી. પાંચાણી એ જણાવ્યું હતું.

લાલ કાંદા હરરાજી અંગે જાણ 

આવતીકાલે હનુમંત હોસ્પિટલ પાસે મોટી વાડીમાંથી હરરાજી શરૂ થશે.

: આવતીકાલ તા.૧૯ / ૨ / ૨૦૨૧ ને શુક્રવારનાં રોજ લાલ કાંદાની હરરાજી હનુમંત હોસ્પિટલની લાઈનમાં આવેલ મોટી વાડીમાંથી પહેલા ફરતો રાઉન્ડ ત્યારબાદ લાઈન નં. ૧ થી શરૂ થશે. જેથી કાંદા લાવેલ ખેડુતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓએ નોંધ લેવી. ઉપરોકત સુચના ધ્યાને લઈ તે મુજબ કમીશન એજન્ટભાઈઓએ પોતાનાં ખેડુતોને હાજર રાખવા ત્યા તે મુજબ માર્કા મારવા જણાવવામાં આવે છે

આજે (18 તારીખે) મહુવામાં 77000 થેલી ની આવક થયેલ જેમાં લાલ ડુંગળીનો ઊંચો ભાવ 760 રૂપિયા નોંધાયો હતો અને સફેદ ડુંગળી નો ભાવ 421 નોંધાયો હતો. જ્યારે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીનો ઊંચો ભાવ 690 રૂપિયા નોંધાયો હતો. 

હવે જાણી લઈએ (૧૭/૦૨/૨૦૨૧) નાં લાલ ડુંગળીનાં ભાવો: 

મહુવા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૭૩૯

ગોંડલ :- નીચો ભાવ ૩૦૧ થી ઉંચો ભાવ ૬૯૧

જેતપુર :- નીચો ભાવ ૨૭૧ થી ઉંચો ભાવ ૬૫૧  

અમરેલી :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૫૦  

ડીસા :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૬૫૦

મોરબી :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૬૦   

ભાવનગર :- નીચો ભાવ ૪૫૦ થી ઉંચો ભાવ ૭૨૦

સુરત :- નીચો ભાવ ૪૮૦ થી ઉંચો ભાવ ૮૫૦

રાજકોટ :- નીચો ભાવ ૩૩૦ થી ઉંચો ભાવ ૬૬૫

વિસાવદર :- નીચો ભાવ ૨૫૩ થી ઉંચો ભાવ ૬૮૧

સફેદ ડુંગળીના ભાવ 

મહુવા :- નીચો ભાવ ૨૫૧ થી ઉંચો ભાવ ૪૨૦

ગોંડલ :- નીચો ભાવ ૨૦૧ થી ઉંચો ભાવ ૪૦૧