khissu

આંશિક લોકડાઉનને કારણે ડુંગળીના ભાવમાં વધઘટ થવાની સંભાવના: ભાવ વધશે કે નીચે જશે? આજે જ જાણો '

સફેદ ડુંગળીની બજારમાં ભાવ સુધરવાની ધારણાં છે અને લાલ ડુંગળીના ભાવ નીચી સપાટી પર અથડાયા કરે તેવી શક્યતાઓ છે. ડુંગળીની બજારમાં હાલના તબક્કે લેવાલી એકદમ ધીમી પડી ગઈ છે. આંશિક લોકડાઉન અને કોરોનાનાં કેસ સતત વધી રહ્યાં હોવાથી સરેરાશ લાલ ડુંગળીની બજારમાં હાલના તબક્કે વધારો થાય તેવા સંજોગો નથી, પરંતુ આગામી દિવસોમાં સફેદ ડુંગળીના ભાવ સુધરી શકે છે. લાલ ડુંગળીમાં હાલ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતનાં રાજ્યોમાં નવી આવકો શરૂ થવા લાગી છે. નિકાસ વેપારો એકદમ ધીમા થઈ રહ્યાં છે, જેને પગલે બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. સફેદમાં ફેકટરીવાળાની માંગ રહેવાની ધારણાં છે.

ડુંગળીમાં ભાવ ટૂંકી વધઘટે અથડાય રહ્યાં છે. ખાસ કરીને સફેદ ડુંગળીમાં સારી ક્વોલિટીમાં સરેરાશ મજબૂતાઈ જોવા મળી હતી. હાલનાં તબક્કે આવકો હવે બહુ મોટા પાયે વધે તેવા સંજોગો ઓછા દેખાય રહ્યાં છે, પરંતુ આંશિક લોકડાઉનને કારણે ડુંગળીની માંગમાં મોટો ઘટાડો થયો છે. જો કોરોનાનાં કેસ ઘટી જાય અને હોટલ રેસ્ટોરન્ટ ફરી શરૂ થાય તો ડુંગળીની માંગમાં વધારો જોવા મળી શકે છે. ડુંગળીની બજારમાં ટૂંકાગાળા માટે બજારો ઘટે તેવી શક્યતાઓ નથી અને ધીમી ગતિએ આવક વધશે તો ભાવ સુધરી શકે છે. ખાસ કરીને સફેદમાં બજારો સુધરી શકે છે, પરંતુ લાલમાં ખાસ વધઘટ દેખાતી નથી. 

તા. ૧૦/૦૪/૨૦૨૧ ને શનિવારે મહુવામાં લાલ ડુંગળીના ૩૫ હજાર ગુણીનાં વેપાર સાથે ભાવ રૂ. ૪૦ થી ૨૬૯ સુધી બોલાયા હતા તેમજ સફેદ ડુંગળીના ૧ લાખ ગુણીનાં વેપાર સાથે ભાવ રૂ. ૧૫૦ થી ૨૨૯ સુધીના બોલાયા હતા. ભાવનગરમાં લાલ ડુંગળીના ૧૮ હજાર ગુણી નાં વેપાર સાથે ભાવ રૂ. ૬૦ થી ૧૯૦ સુધી બોલાયા હતાં. ગોંડલમાં લાલ ડુંગળીના ૬૮૯૬ ગુણીનાં વેપાર સાથે ભાવ રૂ. ૭૧ થી ૧૮૧ સુધી બોલાયા હતા તેમજ સફેદ ડુંગળીના ૧૩૫૦૦ ગુણીનાં વેપાર સાથે ભાવ રૂ. ૧૨૧ થી ૧૮૧ સુધીના બોલાયા હતા.

મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ:

(૧) સફેદ કાંદા લાવતા ખેડુતભાઈઓ તથા કમિશન એજન્ટભાઈઓને જાહેર જાણ: જય કિસાન સાથ જણાવવાનું કે, મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, સફેદકાંદાની આવકે તા. ૧૨/૦૪/૨૧ ને સોમવારનાં રોજથી દરરોજ રાત્રીનાં ૯/૦૦ થી સવારનાં ૯/૦૦ સુધી આવક લેવાની જાણ કરેલ હતી. તે હવે તા. ૧૩/૦૪/૨૧ મંગળવારથી દરરોજ રાત્રીનાં ૯/૦૦ થી સવારનાં ૯/૦૦ કલાક સુધી સફેદ કાંદાની આવક લેવામાં આવશે. હાલ કોરોના મહામારીને કારણે સફેદકાંદાની હરરાજી બુધવાર તા. ૧૪/૦૪/૨૧ થી ફકત ઉભા વાહનોમાં જ થશે, તેથી સફેદકાંદા લાવનાર ખેડુતોએ પોતાના વાહનો સીકયુરીટીની સુચના મુજબ લાઈનસર ઉભા રાખવાનાં રહેશે. ઉપરોકત સુચનાની ખેડુભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.

(૨) માર્કેટ યાર્ડમાં કામ કરતા લોકો માટે કોરાના વેકસીન કેમ્પનું આયોજન: આથી મહુવા માર્કેટ યાર્ડમાં કામકાજ કરતા વેપારીભાઈઓ, મહેતાજીભાઈઓ, મજુરભાઈઓ વિગેરે તમામ લોકો માટે તા. ૧૭/૦૪/૨૧ ને મંગળવારનાં રોજ સવારનાં ૯/૦૦ થી સાંજના પ/૦૦ કલાક સુધી ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનું આયોજન કરેલ છે. જેમાં જે લોકોએ વેકસીન લીધેલ ન હોય અને લેવા માંગતા હોય તેઓને આધારકાર્ડ સાથે આવી વેકસીન લેવા માટે માર્કેટયાર્ડ ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, વા.ચેરમેનશ્રી કનુભાઈ કાતરીયા ત્થા ડાયરેકટર્સશ્રીઓએ ખાસ જણાવેલ છે.

તા. ૧૦/૦૪/૨૦૨૧ ને શનિવારના બજાર ભાવની વાત કરીએ લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ દાહોદમાં રૂ. ૩૪૦ બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૨૯ બોલાયો હતો.

તા. ૧૦/૦૪/૨૦૨૧ ને શનિવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

 

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

મહુવા

40

269

ભાવનગર

60

190

રાજકોટ

80

200

ગોંડલ

71

181

જેતપુર

51

191

વિસાવદર

34

146

જસદણ

100

101

અમરેલી

120

200

પાલીતાણા

140

280

અમદાવદ

140

240

સુરત

70

250

દાહોદ

200

340

વડોદરા

120

260

તા. ૧૦/૦૪/૨૦૨૧ ને શનિવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

 

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

મહુવા

150

229

ભાવનગર

150

191

ગોંડલ

121

181