khissu

ડુંગળીના ભાવમાં મંંદી યથાવત: આજનો ઉંચો ભાવ ૪૦૦, જાણો આજના ડુંગળીના ભાવ

ડુંગળીના ભાવમાં મંદીનો માહોલ યથાવત રહ્યો છે તેમ છતાં મહુવા માર્કેટીંગ યાર્ડમાં સારી ગુણવતાવાળી લાલ ડુંગળીના ભાવમાં રૂ. ૪૦-૫૦નો સુધારો જોવા મળ્યો હતો. મહુવામાં તા. ૧૨/૦૩/૨૦૨૧ લાલ ડુંગળીનાં ૪૭ હજાર ગુણીના વેપાર સામે ભાવ રૂ. ૭૨ થી ૩૩૬ બોલાયાં હતા અને સફેદમાં ૯૦ હજાર ગુણીના વેપાર સામે ભાવ રૂ. ૧૨૨ થી ૨૫૦ નાં જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં લાલ ડુંગળીના ૫૧ હજાર ગુણીનાં વેપાર સામે ભાવ રૂ. ૧૫૩ થી ૩૦૦ બોલાયા હતા અને ગોંડલમાં ૨૭ હજાર ગુણીનાં વેપાર સાથે ભાવ રૂ. ૬૧ થી ૨૪૧ બોલાયા હતા. 

મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :- મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે સફેદ કાંદાની આવક તા. ૧૪/૦૩/૨૧ રવિવાર રાત્રીનાં ૯/૦૦ થી સોમવાર સવારનાં ૯/૦૦ કલાક સુધી જ લેવામાં આવશે, ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી. નકકી કરેલ સમય દરમ્યાન જ આવવા દેવામાં આવશે. નકકી કરેલ સમય પહેલા આવનારની હરરાજી છેલ્લે કરવામાં આવશે. તેથી જણાવેલ સમય દરમ્યાન જ આવવાનો આગ્રહ રાખવો. 

ખાસ નોંધ : સોમવાર સવારનાં ૯/૦૦ કલાક પછી કોઈપણ ખેડુત કે કમીશન એજન્ટનાં સફેદનાં વાહનો કોઈપણ સંજોગોમાં લેવામાં આવશે નહીં અને આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ખેડુત / કમીશન એજન્ટ/ વાહન માલીકની રહેશે. જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.

તા. ૧૨/૦૩/૨૦૨૧ ને શુક્રવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ વડોદરામાં રૂ. ૪૦૦ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૫૦ બોલાયો હતો. 

તા. ૧૨/૦૩/૨૦૨૧ને શુક્રવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 72 ઉંચો ભાવ 336

ભાવનગર :- નીચો ભાવ 153 ઉંચો ભાવ 300 

ગોંડલ :- નીચો ભાવ 61 ઉંચો ભાવ 241

વિસાવદર :- નીચો ભાવ 34 ઉંચો ભાવ 166

જેતપુર :- નીચો ભાવ 101 ઉંચો ભાવ 221

અમરેલી :- નીચો ભાવ 120 ઉંચો ભાવ 240 

પાલીતાણા :- નીચો ભાવ 300 ઉંચો ભાવ 325

અમદાવાદ :- નીચો ભાવ 120 ઉંચો ભાવ 260 

જસદણ :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 235

મોરબી :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 200 

સુરત :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 380

દાહોદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 340 

વડોદરા :- નીચો ભાવ 240 ઉંચો ભાવ 400

તા. ૧૨/૦૩/૨૦૨૧ને શુક્રવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 122 ઉંચો ભાવ 250 

ભાવનગર :- નીચો ભાવ 120 ઉંચો ભાવ 145

તા. ૧3/૦૩/૨૦૨૧ને શનિવારનાં લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ ૭૧ થી ઉંચો ભાવ ૩૮૭

ભાવનગર :- નીચો ભાવ ૧૭૫ થી ઉંચો ભાવ ૩૧૫

તા. ૧3/૦૩/૨૦૨૧ને શનિવારનાં સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ ૧૧૧ થી ઉંચો ભાવ ૧૮૯

ભાવનગર :- નીચો ભાવ ૧૨૬ થી ઉંચો ભાવ ૧૫૯