khissu

ડુંગળીમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતાઃ ગુજરાતનાં ખેતરોમાં કપાસ ઓછો ફરી કપાસનાં ભાવ સુધર્યા, 15/01/2022 નાં બજાર ભાવો

રૂના ભાવ વાયદાની તેજીને કારણે સુધરતાં તેની પાછળ ગુરૂવારે સતત બીજે દિવસે કપાસના ભાવમાં સૌરાષ્ટ્રમાં મણે રૂા.૧૦ થી ૧૫ અને કડીમાં મણે રૂા.૫ થી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ભલે બધા વાત કરે પણ હવે ખેતરોમાં કપાસ બહુ જ જૂજ ઊભા છે ખેડૂતોના ઘરમાં પકકડવાળા કપાસનો સ્ટોક હજુ ઠીક-ઠીક છે પણ ખેડૂતોના ઘરમાં પડેલા કપાસ પુરા ૩૭ થી ૩૮ ઉતારાના અને સારી કવોલીટીના કપાસ વધારે છે. એક વાત પાકી છે કે જેટલો કપાસ આવ્યો તેટલો કપાસ હવે આવવાનો નથી અને હવે જે ખેતરમાં કપાસ ઊભો છે તે ફરધર જેવો વધારે હશે. મહારાષ્ટ્રમાંથી હાલ ફરધર કપાસની થોડી થોડી આવક ચાલુ છે તેના ભાવ રૂા.૧૫૫૦ થી ૧૬૦૦ બોલાય છે. ગુરૂવારે જીનપહોંચ એકદમ સારી કવોલીટીન કપાસના રૂા.૨૦ વધીને રૂા.૧૯૮૦ થી ૧૯૯૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના સારી કવોલીટીના કપાસના રૂા.૧૯૦૦ ટકેલા હતા. કડીમાં ગુરૂવારે મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીનેમાંડ ૭૦ ગાડીની જ રહી હતી, બધુ મળીને ૨૫૦ સાધનોની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૩૦-૧૯૪૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૨૦ના ભાવ હતા.
 

ડુંગળીની બજારમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ડુંગળીની આવકો થોડી વધતી અટકી છે, પરંતુ સામે નાશીકમાં ઊભા પાકમાં ડુંગળીનાં પાકમાં નુકસાન થયું હોવાથી સરેરાશ ડુંગળીની બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ડુંગળીનાં ભાવ આગામી દિવસોમાં વધીને રૂ.૫૫૦ની સપાટી પાર કરે તેવી પણ સંભાવનાં રહેલી છે.મહુવામાં લાલ ડુંગળીની આવક 
૪૮ હજાર કટ્ટાની થઈ હતી અને ભાવ રૂ.૧૫૦થી ૫૩૮નાં હતાં. જ્યારે સફેદમાં ૮૭૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૦થઈ ૩૫૭નાં હતાં.ગોંડલમાં માત્ર સફેદ ડુંગળીની હરાજી થઈ હતી. સફેદમાં ૧૪૦૦ બોરીની આવક સામે ભાવ રૂ.૮૧થી ૩૫૧નાં ભાવ હતાં.રાજકોટમાં ડુંગળીની આવકો કરતાં ૧૪૫૦૦ ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.૯૦થી ૪૪૫નાં ભાવ હતાં. ડુંગળીની બજારમાં રાજકોટમાં ભાવ રૂ.૫૦૦ની સપાટી સુધી પહોંચે તેવી ધારણા છે.
 

સીંગતેલની તેજી પાછળ મગફળીની બજારમાં પણ upમજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની આવકો હવે દિવસે દિવસે ઘટી રહીછે અને જે ખેડૂતો કે સ્ટોકિસ્ટોનાં ઘરમાં માલ 
પડ્યો છે તેમને ઊંચા ભાવ આવે તો જ બજારમાં મગફળી ઠલવવી છે, પરિણામે ટૂંકાગાળા માટે બજારોમાં આવકો વધે તેવા કોઈ ચાન્સ નથી. બીજી તરફ ઉનાળુ મગફળીમાં બિયારણની માંગ સારી છે. મગફળીનાં ભાવ સારા રહેશે તો વાવેતર ધારણાંથી વધારે થાય તેવી સંભાવનાં છે.ઉત્તર ગુજરાતનાં એક બ્રોકરે જણાવ્યું હતુંકે અમારા વિસ્તારમાં હજી ખેડૂતોની માંગ નીકળી નથી, પંરતુ આગામી દશેક દિવસમાં બિયારણની માંગ નીકળશે. આ વર્ષે ડીસા, પાથાવાડ સહિતનાં બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તાર ઉપરાંત આ બાજુ બાયડ, મેઘરજ સહિતનાં વિસ્તારમાં પણ ઉનાળુ મગફળીનાં વાવેતર સારા થાય તેવી ધારણાં છે.

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1386

2001

મગફળી 

1000

1060

ઘઉં 

416

445

જીરું 

-

-

તલ 

-

-

બાજરો 

-

-

તુવેર 

945

1135

તલ કાળા 

-

-

ચણા  

736

821

મેથી 

-

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ

1800

2000

જીરું

2351

3321

ઘઉં

398

438

એરંડા

1101

1216

તલ

-

-

ચણા

751

941

મગફળી જીણી

-

-

મગફળી જાડી

-

-

લસણ

-

-

સોયાબીન

1111

1256

તુવેર

751

1271

મગ

1281

1361

અડદ

576

1381

મરચા સુકા 

-

-

ઘઉં ટુકડા 

400

470

શીંગ ફાડા

831

1341 

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

1650

1925

ઘઉં ટુકડા 

350

415

ચણા  

700

951

અડદ 

1000

1330

તુવેર 

1000

1351

મગફળી ઝીણી 

850

1045

મગફળી જાડી 

850

1136

સિંગફાડા 

900

1252

તલ 

1700

2054

તલ કાળા 

1800

2335

ધાણા 

1300

1850

મગ 

1050

1505

સોયાબીન 

1100

1244

ગમ ગુવાર 

1120

1120 

અજમો 

1200

1750

 

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1400

2003

ઘઉં લોકવન 

403

427

ઘઉં ટુકડા

413

472

જુવાર સફેદ

345

590

બાજરી 

250

425

તુવેર 

1053

1224

મગ 

1025

1491

મગફળી જાડી 

935

1162

મગફળી ઝીણી 

880

1140

એરંડા 

1187

1215

અજમો 

1350

2085

સોયાબીન 

1170

1290

કાળા તલ 

1800

2500

લસણ 

210

375

ધાણા

1560

1812

મરચા સુકા 

900

3100

જીરૂ

2930

3300

રાય

1420

1508

મેથી

1100

1200

ઈસબગુલ

1650

2160

ગુવારનું બી 

1140

1165 

 

મોરબી માર્કેટ યાર્ડ:

`વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

2000

ઘઉં 

408

446

જીરું 

2350

3200

ચણા

890

892

તલ 

408

446

મગફળી ઝીણી 

800

1299

તલ કાળા 

1750

2400

અડદ 

478

1102

સિંગદાણા

-