khissu

રાહતના સમાચાર/ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની તારીખમાં ફરી વધારો, જાણો કેટલી તારીખ સુધી લિંક કરી શકશો?

કેન્દ્ર સરકારે પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી પરંતુ હવે તેને 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. જો આ તારીખ સુધીમાં આધાર કાર્ડ પાન સાથે લિંક  કરવામાં નહિ આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળાને કારણે વિવિધ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સમયમર્યાદા વધારવામાં આવી છે.

બેંક ખાતું ખોલવા, બેંકિંગ વ્યવહારો, મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો, શેરબજારમાં રોકાણ માટે પાન કાર્ડ જરૂરી છે. જો તમે તેને 31 માર્ચ, 2022 સુધીમાં પણ આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો દંડ ચુકવવો પડશે. એટલું જ નહીં, જો આ બંને કાર્ડ લિંક કરેલા નહિ હોય, તો બેંક દ્વારા ડબલ ટીડીએસ કાપવામાં આવશે.

જાણો- પાન કાર્ડને આધાર સાથે  ઓનલાઇન લિંક કેવી રીતે કરી શકાય?
> સૌથી પહેલા ઈન્કમ ટેક્સ વેબસાઈટ પર જાઓ. જ્યાં તમને પાન કાર્ડ લિંક નામનો ઓપ્શન જોવા મળશે.
> આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો.
> જો આધાર કાર્ડમાં માત્ર જન્મ વર્ષ આપવામાં આવ્યું હોય, તો કેટેગરી પર ટિક કરો.
> હવે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
> હવે આધાર લિંક લિંક પર ક્લિક કરો.
> તમારું PAN આધાર સાથે લિંક થશે.

CBDT ના નિવેદન અનુસાર, "આધારને PAN સાથે લિંક કરવાની તારીખ 30 સપ્ટેમ્બર, 2021 થી વધારીને 31 માર્ચ, 2022 કરી નાખી છે. આ પહેલા પણ કેન્દ્ર સરકાર દ્વારા તારીખ અનેક વખત વધારવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી છ માસ સુધીમાં કેટલા લોકો આધાર કાર્ડ અને પાનકાર્ડ ને લિંક કરાવશે.