khissu

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે પોસ્ટ ઓફિસમાં પણ ટ્રેનની ટિકિટ બુક કરાવી શકાશે

 શું તમે પણ ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરો છો? તો તમારા માટે આ સમાચાર અતિ લાભદાયી છે. સામાન્ય રીતે આપણે જોઇએ છીએ કે લોકો રેલવેની ટિકિટ મેળવવા માટે રેલવેસ્ટેશન અથવા તો સાયબર કાફેમાં જતાં હોય છે. પરંતુ ભારતમાં, હાલમાં જ IRCTC દ્વારા રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી મુજબ, ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા એક નવી યોજના શરૂ કરાવામાં આવશે. જે યોજના થકી હવે તમે નજીકની પોસ્ટ ઓફિસ પર જઇને સરળતાથી ટિકિટ મેળવી શકશો.


આધુનિક સમયની પોસ્ટ ઓફિસો હવે પત્રો મોકલવા પૂરતી સિમિત રહી નથી. હવે તેના દ્વારા ભારતીય રેલવે ટિકિટ બુકિંગ જેવી સેવા પણ પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને આ સેવા એ વિસ્તારોમાં ફાળવવામાં આવી રહી છે કે જ્યાં રેલવે કાઉન્ટર નથી જેમ કે ગ્રામીણ તથા અર્ધગ્રામીણ વિસ્તારો. માહિતી અનુસાર, રેલવે અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ 6 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં 9147 પોસ્ટ ઓફિસમાંથી રેલવે આરક્ષણ ટિકિટ આપવાની યોજના શરૂ કરશે. 6 જાન્યુઆરીથી, ગ્રામીણ ડાક સેવકો રાજ્યની તમામ શાખા પોસ્ટ ઓફિસો સુધી મુસાફરો માટે ટ્રેનની આરક્ષણ ટિકિટો બનાવી શકશે. IRCTCના અધિકૃત એજન્ટોની જેમ, GDS આ ટિકિટોને દૂરના ગામડાઓમાં બનાવી શકશે. આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવ ટ્રેનોના સમારકામ માટે વોશિંગ પીટ લાઇનનું પણ ઉદ્ઘાટન કરશે.


આઝાદીના 75મા વર્ષે 75 વંદે ભારત ટ્રેન દોડશે

નોંધનીય છે કે, સ્વતંત્રતાના અમૃત મહોત્સવના અવસર પર 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. વંદે ભારત બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 9 કંપનીઓએ આમાં ઉત્સાહભેર વધારો કર્યો છે. આ પહેલા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર 75 શહેરો વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાની જાહેરાત પણ કરી હતી.