khissu

સિંગતેલના ભાવમાં કડાકો : ૨૪૮૦ રૂપિયા ભાવ થયો, રોજ ૫ થી ૧૦ રૂપિયાનો વધારો

રાજ્યમાં સામાન્ય નાગરિકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ પર દિવસે ને દિવસે ભાવ વધારો જોવા મળી રહ્યો છે પછી એ પેટ્રોલ-ડિઝલ હોય, LPG ગેસ હોય , CNG ગેસ હોય, PNG ગેસ હોય કે પછી સીંગતેલ-કપાસિયા તેલ આ બધી વસ્તુઓ પાર દિવસે  ને દિવસે નજર સામે ભાવ વધી રહ્યો છે.

આ પાછળ સરકારનો શું પ્લાન હોય કાંઈ ખબર નથી. પણ એવું કહી શકાય કે હાલ કોરોનાકાળને કારણે થયેલા આર્થિક નુકશાનની ભરપાઈ કરવા લોકો પાસેથી ટેક્સ રૂપે ખર્ચો ભેગો કરશે.

હાલ પેટ્રોલ-ડિઝલ ના ભાવ લગભગ ૮૬ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે જે હવે ૧૦૦ રૂપિયા થતાં વાર નહીં લાગે. પ્રજાનું કોઈ સાંભળવાનું નથી ખાલી મનોમન ગુસ્સે થાય અને આ બાજુ સરકાર એક પછી એક ચીજવસ્તુઓ પર ભાવ વધારતી જાય.

આજ હવે મોંઘો ગેસનો બાટલો લઈને પણ રસોઈ બનાવી પડે કેમકે મજબૂરી છે ખોટું હોય તો પણ ખાધા વગર થોડું ચાલે ? સબસીડી સરકાર આપે પણ એ સબસીડી નો બોજ હળવો કરવા ગેસ સિલિન્ડરના ભાવ વધારી દીધા જેથી સબસિડી આપી ન આપી જેવું થાય.

તો હવે ખાદ્ય તેલ પર પણ ભાવ વધારવાના શરૂ કરી દીધા. રોજ ખાદ્યતેલ પર ૫ થી ૧૦ રૂપિયાનો વધારો થાય છે પછી એ સીંગતેલ હોય, કપાસિયા તેલ હોય કે પછી સોયાબીન. જેથી અત્યારે ખાદ્યટેલનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે.

જો સીંગતેલની વાત કરીએ તો એક મહિનામાં તેના ભાવમાં ૩૮૦ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કપાસિયતેલમાં ૨૮૦ રૂપિયાનો વધારો થયો છે. પામોલિન તેલમાં મહિનામાં ૨૨૫ રૂપિયાનો વધારો થયો છે અને સન ફ્લાવર તેલમાં ૩૭૦ રૂપિયાનો વધારો થયો છે.

સિંગતેલના ડબ્બાનો પહેલા ૨૧૦૦ રૂપિયા ભાવ હતો જયારે હાલ વધીને ૨૪૮૦ રૂપિયા થઈ ચૂક્યો છે. તેવી જ રીતે કપાસિયા તેલનો ભાવ ૧૭૦૦ રૂપિયાથી વધીને ૧૯૮૦ રૂપિયા થઈ ગયો છે. પામોલિન તેલનો ભાવ ૧૫૦૦ રૂપિયાથી વધીને ૧૭૨૫ રૂપિયા થઈ ચૂક્યો છે જ્યારે સન ફલાવર નો ભાવ ૧૮૦૦ રૂપિયાથી વધીને ૨૧૭૦ રૂપિયા થઈ ગયો છે.

મુંબઇ તેલીબિયાં બજારમાં પણ બેતરફી વધ ઘટ થતા ભાવ અથડાતા જોવા મળ્યા. પામોલિન તેલમાં આજે હાજરમાં ૧૦ કિલોદીઠ હવાલા રિસેલમાં ૧૧૦૦ રૂપિયાથી ૧૧૧૦ રૂપિયા વચ્ચે કુલ ૧૫૦ થી ૨૦૦ ટનના વેપાર થયાં હતાં જ્યારે રિફાઈનરીના ડાયરેક્ટ ડીલીવરીમાં આજે ફેબ્રુઆરી માટે ૧૧૧૫ રૂપિયાના ભાવે ૨૦૦ થી ૩૦૦ ટનના વેપારો થયાં હતાં.