khissu

મગફળીના ભાવમાં સ્થિરતા: જાણો આજના મગફળીના બજાર ભાવ, મગફળીના ભાવ વધશે કે ઘટશે ?

મગફળીના સરેરાશ ભાવમાં સ્થિરતા નો માહોલ જોવા મળી રહ્યો છે. નાફેડની મગફળીમાં લે વેચ સાવ ઓછી છે અને ભાવ ઊંચા બોલાય રહ્યાં છે, જેને પગલે બજારમાં ઘટાડાને બ્રેક લાગી છે. મગફળીની લે વેચ હાલ માત્ર જે જરૂરિયાતવાળા ખેડૂતો છે તે જ કરી રહ્યાં છે, એ સિવાય કોઈની માંગ નથી. બીજી તરફ  જો સીંગતેલ ના ભાવ વધે તો જ મગફળીમાં તેજી આવી શકે તેમ છે. સીંગદાણામાં તેજીનાં ચાન્સ નથી. 

આગામી દિવસોમાં મગફળીના ભાવો હજુ નીચા આવે તેવી સંભાવના દેખાય રહી છે. આગળ જતા મગફળીના ભાવમાં મણે 20 થી 25 નીકળી જાય તેવી શક્યતાઓ દેખાય રહી છે. 

રાજકોટમાં મગફળીની 5 હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ ટીજે-37 માં રૂ. 1050 થી 1190, 24 નંબર, રોહીણી, મઠડીમાં રૂ. 1050 થી 1220, 39 નંબર બોલ્ડમાં રૂ. 1000 થી 1210 જી-20 માં રૂ. 1150 થી 1330, 66 નંબરમાં રૂ. 1000 થી 1160 અને 99 નંબરમાં રૂ. 1200 થી 1210 નાં ભાવ હતાં.

ગોંડલમાં મગફળીની 20 હજાર ગુણીની આવક હતી. ભાવ જી-20 નાં ભાવ રૂ. 1150 થી 1325, રોહીણી-24 નંબરમાં રૂ. 1100 થી 250 અને 37 નંબરમાં રૂ. 1000 થી 1200 નાં ભાવ હતાં. 

જામગરમાં 1200 ગુણીની આવક થઈ હતી અને ભાવ જીણી મગફળીમાં રૂ. 1000 થી 1250 અને જાડીમાં રૂ. 1055 થી 1316 સુધીનાં ભાવ હતાં. મગફળીમાં આજે રૂ. 1350 ઉપરની કોઈ લે વેચ નહોંતી.

આજના (તા. 10/04/2021, શનિવારના) મગફળીના બજાર ભાવની વાત કરીએ તો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1356 બોલાયો હતો અને અમરેલી, વિસાવદર, ગોંડલ, જસદણ વગેરે માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ 1300+ બોલાયો હતો.

આજના (તા. 10/04/2021, શનિવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

 

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

અમરેલી 

990

1320

સાવરકુંડલા 

900

1281

જેતપુર 

881

1271

પોરબંદર 

1085

1200

વિસાવદર 

954

1336

મહુવા 

1166

1348

ગોંડલ 

800

1326

જુનાગઢ 

980

1243

જામજોધપુર 

900

1295

ભાવનગર 

1200

1252

માણાવદર 

1310

1325

જામનગર 

1050

1316

ભેસાણ 

900

1168

દાહોદ

900

1100


આજના ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

 

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

રાજકોટ

998

1220

કોડીનાર

1050

1277

જસદણ

1035

1314

મહુવા 

1128

1356

ગોંડલ

900

1276

જુનાગઢ 

900

1182

જામજોધપુર 

950

1281

જેતપુર

870

1251

ધ્રોલ

1035

1210

જામનગર 

1000

1251

બાબરા

1055

1145

ખંભાળિયા

850

1178

પાલીતાણા

1100

1160

લાલપુર

800

1150