khissu

મગફળીના ભાવમાં તેજી નો માહોલ: આજનો ઉંચો ભાવ ૧૩૬૨, જાણો ભાવ વધશે કે ઘટશે ?

મગફળી ના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લે વેચ માં અભાવ જોવા મળી રહ્યો છે. શનિવારે મોટા ભાગનાં માર્કેટ યાર્ડોમાં મગફળીનાં ભાવમાં મજબૂતાઈ હતી. રાજકોટમાં મણે રૂ. 15 થી 20 ની તેજી હતી, બીજી તરફ સીંગતેલ ના ભાવો મજબૂત હોવાથી નાફેડમાં મગફળીનાં ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા અઠવાડિયે ક્વિન્ટલે રૂ. 200 થી 280 ની તેજી આવી હતી અને નાફેડમાં ઊંચામાં ક્વિન્ટલે રૂ. 6272 સુધીના ભાવ બોલાયા હતા એટલે કે 20 કિલોનો ભાવ રૂ. 1254 થયા હતા. જો નાફેડની મગફળી આ ભાવથી વેંચાય તો જ લોકલ બજારમાં ભાવ મજબૂત રહી શકે છે. બીજી તરફ ખેડૂતો હવે સારો માલ નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી. પરિણામે જો લે-વેચ ઘટશે તો બજારો હજી પણ મણે રૂ. 10 થી 20 વધી શકે છે. સરેરાશ બજાર સારી એવી કહી શકાય. 

ગઇકાલે ગોંડલમાં મગફળીનાં વેપાર 12 હજાર ગુણીનાં થયા હતા. ભાવ જી-૨૦માં રૂ. 1150 થી 1278, 66નંબરમાં રૂ. 1100 થી 1260 નાં ભાવ હતાં. જી-37 માં રૂ. 1100 થી 1150 નાં ભાવ હતાં.

રાજકોટમાં આઠ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે 37 માં રૂ.1000 થી 1245, 24 નંબર રોહિણીમાં રૂ. 1050 થી 1180 નાં ભાવ હતાં, 39 નંબર ના ભાવ રૂ.1000 થી 1150, જી-20 માં રૂ.1100 થી 1275, 66 નંબરમાં રૂ. 900 થી 1150 અને 99 નંબરમાં રૂ 1150 થી 1190 નાં ભાવ હતાં. 9 નંબરમાં રૂ.1180 થી 1200 નાં ભાવ હતાં.

જામનગરમાં 500 ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-20 માં રૂ. 1075 થી 1250, જી-37 નાં ભાવ રૂ. 900 થી 1055, 66 નંબરમાં રૂ. 1100 થી 1100 અને રોહીણીમાં રૂ.1000 થી 1100 નાં ભાવ હતાં. મહુવામાં 600 ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ. 975 થી 1175 અને જી-20 માં રૂ.1095 થી 1300 નાં ભાવ હતાં.

ગઈકાલ ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના સૌથી ઉંચો ભાવ રૂપિયા 1291 બોલાયો હતો અને ઝીણી મગફળીમાં સૌથી ઉંચો ભાવ ખંભાળિયામાં રૂપિયા 1362 બોલાયો હતો.

હવે જાણી લઈએ કાલના 13/03/2021 ના મગફળીનાં ભાવો.

જાડી મગફળી ના ભાવો :-
 

રાજકોટ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1275

અમરેલી :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1247

સાવરકુંડલા:- નીચો ભાવ 832 ઉંચો ભાવ 1214

જેતપુર :- નીચો ભાવ 891 ઉંચો ભાવ 1281

પોરબંદર :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1175

વિસાવદર :- નીચો ભાવ 805 ઉંચો ભાવ 1075

મહુવા :- નીચો ભાવ 975 ઉંચો ભાવ 1175

ગોંડલ :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1291

કાલાવડ :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1172

જુનાગઢ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1180

જામજોધપુર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1260

માણાવદર :- નીચો ભાવ 1275 ઉંચો ભાવ 1276

જામનગર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1219

ભેસાણ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1000

દાહોદ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1100

ઝીણી મગફળી ના ભાવો :-

રાજકોટ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1275

અમરેલી :- નીચો ભાવ 1091 ઉંચો ભાવ 1164

કોડીનાર :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1202

જસદણ :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1250

મહુવા :- નીચો ભાવ 975 ઉંચો ભાવ 1175

ગોંડલ :- નીચો ભાવ 825 ઉંચો ભાવ 1021

કાલાવડ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1120

જુનાગઢ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1160

જામજોધપુર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1214

ઉપલેટા :- નીચો ભાવ 1020 ઉંચો ભાવ 1200

ધોરાજી :- નીચો ભાવ 901 ઉંચો ભાવ 1211

વાંકાનેર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1154

જેતપુર :- નીચો ભાવ 855 ઉંચો ભાવ 1196

મોરબી :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1185

જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1260

ખંભાળિયા :- નીચો ભાવ 825 ઉંચો ભાવ 1362

લાલપુર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1061

ધ્રોલ :- નીચો ભાવ 990 ઉંચો ભાવ 1161

સતલાસણા :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1002

આ ભાવો ખેડૂતો માટે સારા એવા કહી  શકાય જેથી ખેડૂતોએ સારા ભાવ લઇ વેંચાણ કરી દેવું જોઈએ. આ માહિતી ગુજરાતના દરેક ખેડૂતમિત્રો સુધી પહોંચી શકે તે માટે તમારા whats'app ગ્રુપ તથા facebook ગ્રુપમાં શેર કરો અને આવી  માહિતી દરરોજ મેળવવા અમારી khissu એપ્લીકેશન ડાઉનલોડ કરો.