khissu

લો બોલો, ડ્રેગનફ્રૂટનું નામ બદલી નાખ્યું, શા માટે નામ બદલ્યું, જાણો શું નામ રાખ્યું

હાલમાં ડ્રેગનફ્રુટ તરીકે ઓળખાતા ફળનું નામ બદલવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયામાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફળનું નામ કચ્છના લોકો દ્વારા પાડવામાં આવ્યું હતું જેને હાલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માન્યતા આપી છે.


ગઈ કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડ્રેગનફ્રુટ નું નામ બદલીને કમલમ ફ્રુટ કરી નાખ્યું છે. આ નવું નામ કચ્છના લોકો એ આપ્યું હતું. કચ્છના લોકોએ આ ફળનો આકાર કમળ જેવો લાગતો હોવાથી કમલમ નામ આપ્યું હતું. જેની ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા માન્યતા અપાઈ છે.


એટલું જ નહી પરંતુ આ ફ્રૂટનું નામ ઓફિશ્યલ રીતે કમલમ થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દરખાસ્ત પણ કરી છે જેથી ભવિષ્યમાં ડ્રેગનફ્રુટ ને ઓફિશિયલ નામ કમલમ થઈ જશે. સરકારનું માનવું છે કે આ ફળ ને ડ્રેગનફ્રુટ નામ શોભતું નથી જોકે તેનો આકાર કમળ જેવો હોવાથી તેને કમલમ નામ યોગ્ય રહેશે.