khissu

અઠવાડિયાથી અહીંયા લોકો ખજાનો શોધી રહ્યા છે, નદીના પાણીમાંથી મળી આવ્યા સોનાના સિક્કા

રસ્તામાં કોઈ મોટો ઓઇલ ભરેલો ટ્રક ઊંધો પડે કે કોઈ ઈંડા ભરેલો ટ્રક ગબડી પડે તો તરત જ આસપાસના લોકો શોક મનાવાના બદલે ઢોળાઈ ગયેલો જથ્થો ભેગો કરી કરીને ઘરે લઈ જવા ઉમટી પડે છે. એવાં ઘણા બનાવો તો તમારી સામે આવ્યા જ હશે ને હવે તમને કોઈ કહે કે આ નદીના પટમાં સોનુ વહે છે તો ?


જી હા મિત્રો, તમે એકદમ સાચું સાંભળ્યું મધ્યપ્રદેશના શિવપુરા વિસ્તારમાં આવેલી નદીમાં સોનાના સિક્કા મળી આવતા આસપાસના ગામના લોકો દોટ મૂકીને ત્યાં પહોંચી ગયા અને ખજાનો શોધવા નદીના પટને ખોદવા લાગ્યાં. નવાઈની વાત તો એ છે કે ત્યાંના લોકો ખજાનો શોધવા માટે અહીં અઠવાડિયાથી ખોદકામ કરી રહ્યાં છે.


વાત એમ છે કે, મધ્યપ્રદેશના શિવપુરા વિસ્તારમાં આવેલી પાર્વતી નદીમાંથી કેટલાક માછીમારોને સિક્કાઓ મળી આવ્યા હતાં જે વાત ની જાણ આસપાસના ગામના લોકોને થતાં તે નદીના તટ પાસે દોડીને આવ્યા અને ખજાનો શોધવા લાગ્યા. એટલું જ નહીં સોના-ચાંદીનો ખજાનો શોધવા મોટા ની સાથે સાથે બાળકો અને મહિલાઓ પણ ખોદકામ કરી રહ્યા છે. આ મામલે તંત્રને પણ જાણ થઈ ચૂકી છે અને તે લોકો પર નજર રાખી રહ્યું છે.