khissu

તમાકુ ગુટખા ખાતા લોકો ચેતી જાજો, તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે

કેન્સર જેવા ભયંકર રોગ નું કારણ બનતા માદક પદાર્થો ન ખાવા જોઈએ એવું તો બધા જાણતાં જ હોય છે છતાં લોકો બેધડક ખાઈ છે. આજે બનેલી એક ઘટના તમે સાંભળશો તો તમે ચોંકી જશો.


અમદાવાદ ના બાપુનગરમાં પોલીસે એક બનાવટી પાન મસાલા બનાવતી ફેક્ટરી હાથ લાગી હતી જેમાં દોઢ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ઉપરાંત બે આરોપીની ધડપકડ કરાઈ છે.


અમદાવાદ ના બાપુનગરમાં આવેલી સંતોષ ફેક્ટરીમાં બનાવટી પાન મસાલા બનાવવામાં આવતો હતો જેમાં લગભગ દોઢ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરાયો છે સાથે બે આરોપીની ધડપકડ કરાઈ છે. આરોપી ને પૂછતાછ કરતા પોલીસે અન્ય જગ્યા ઓ પર પણ દરોડા પાડ્યા અને મોટા પ્રમાણમાં નકલી પાન મસાલા બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી.


મિત્રો, તમે પણ સાવધાન થઈ જાજો કેમકે આતો સામે આવ્યું ત્યારે ખબર પડી આવી તો ઘણી ફેક્ટરીઓ હશે જે બનાવતી માલ વેચતી હશે અને તમારી સાથે છેતરપીંડી કરતા હશે.