Top Stories
khissu

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ, ખર્ચના 90 ટકા સહાય, જાણો અરજી કેવી રીતે કરવી ?

ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં પ્રગતિશીલ ખેડૂતોને ખેતીમાં ડ્રોનથી છંટકાવ કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનામાં જો ખેડૂત ડ્રોન થી કોઇ દવાનો છંટકાવ કરવા માંગે છે તો તેને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે.

યોજનામાં મળવાપાત્ર સહાય
ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
૨ ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

આ પણ વાંચો: સરકારની આ યોજનામાં કરો અરજી અને મેળવો મફત સિલાઈ મશીન, જાણો કઇ છે આ યોજના

ડ્રોનથી છટકવા કરવાના ફાયદાઓ
ખેડૂતોનાં સમયમાં બચાવ થશે.
ડ્રોનથી પાક પર નજર રહેશે. અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરશે.

અગત્યની તારીખો
ફોર્મ શરૂ થવાની taeikhv 28/07/2022
ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26/08/2022

આ પણ વાંચો: ડેરી ફાર્મિંગનો બિઝનેસ કરવા મેળવો 24 લાખ રૂપિયા, ઉપરાંત અઢળક કમાણી, જાણો કઇ રીતે

જરૂરી દસ્તાવેજ
આધાર કાર્ડ
બેંકની પાસબુક
જમીન ખાતાની 7/12, 8 અ
રેશન કાર્ડ
મોબાઈલ નંબર

અરજી કયા કરવાની રહેશે
તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે.