khissu

નવી સરકાર દ્વારા નવી ભેટ! નાણાં મંત્રી દ્વારા GST કાઉન્સિલનમાં નિર્ણય...તો પેટ્રોલ ડિઝલ 18-25 રૂપિયા સસ્તું થશે!

GST to petrol Diesel price: ગઈ કાલે જીએસટી કાઉન્સિલ ની બેઠક યોજાઈ હતી. જેમાં પેટ્રોલ અને ડીઝલ ના ભાવ ઉપર મોટી જાહેરાત કરવામાં આવી હતી. જો તે નવી જાહેરાત અંતર્ગત નિર્ણય લેવાશે તો પેટ્રોલ અને ડીઝલ 18-25 રૂપિયા સુધી સસ્તું થઈ જશે.

GST કાઉન્સિલની 53મી બેઠક પછી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે પેટ્રોલ ડિઝલને GST ના દાયરામાં લાવવામાં આવશે.

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ જીએસટી કાયદામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાની જોગવાઈ કરી છે. હવે તમામ રાજ્યોએ ભેગા થઈને રેટ નક્કી કરશે, જેની ચર્ચા કરવાની છે.

નવા GST bill ને લાગુ કરતી વખતે કેન્દ્ર સરકારનો ઈરાદો થોડા સમય પછી પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાનો હતો.

જોકે GSTમાં લાવવાની જોગવાઈ પહેલેથી જ કરવામાં આવી છે. હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્યો GST કાઉન્સિલમાં સંમત થાય અને પછી નક્કી કરે કે તેઓ કયા દર માટે પેટ્રોલ વેચવા તૈયાર છે.

આમ નવી માહિતી માં જણાવ્યા મુજબ થોડા દિવસ માં ચર્ચા વિચારણા કરી પેટ્રોલ ને GST ના કાયદામાં લાવવામાં આવશે અને ત્યાર બાદ એમના ભાવમાં ઘટાડો જોવા મળશે.

જાણી લઈએ હવે આજના પેટ્રોલ ડિઝલ ના ભાવો

આજે વડોદરામાં પેટ્રોલની કિંમત 94.07 રૂપિયા છે, જ્યારે સુરતમાં 94.50 રૂપિયામાં મળી રહી છે.

આજે રાજકોટમાં પેટ્રોલની કિંમત 94.62 રૂપિયા અને અમદાવાદમાં પેટ્રોલ 94.79 રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

ડીઝલની કિંમતની વાત કરીએ તો અમદાવાદમાં ડીઝલ 90.46 રૂપિયામાં ઉપલબ્ધ છે. રાજકોટમાં તેની કિંમત 90.31 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

સુરતમાં તેની કિંમત 90.20 રૂપિયા છે અને વડોદરામાં તે 89.74 રૂપિયામાં ઉપલબ્ધ છે.

તમને જણાવી દઈએ કે દેશમાં છેલ્લી વખત 14 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોઈ ઘટાડો નોંધાયો નથી.