khissu

યુદ્ધની અસર સોના બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ પર, ભારતમાં ઠેક ઠેકાણે ભાવમાં તોતિંગ વધારો, જાણો ગુજરાતના ભાવ

Petrol Diesel Prices:  આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં આજે થોડો વધારો જોવા મળ્યો છે. શુક્રવારે સવારે 6 વાગ્યાની આસપાસ WTI ક્રૂડ પ્રતિ બેરલ $83.39 પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ પણ પ્રતિ બેરલ $ 86.33 પર પહોંચી ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ભારતમાં, દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. જૂન 2017 પહેલા દર 15 દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો.

આજે મહારાષ્ટ્રમાં પેટ્રોલ 40 પૈસા અને ડીઝલ 39 પૈસા મોંઘુ વેચાઈ રહ્યું છે. રાજસ્થાનમાં પેટ્રોલ 33 પૈસા અને ડીઝલ 30 પૈસા મોંઘુ થયું છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને છત્તીસગઢમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો થયો છે. બીજી તરફ ઝારખંડમાં પેટ્રોલ 18 પૈસા અને ડીઝલ 19 પૈસા સસ્તું થયું છે. હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ઘટાડો થયો છે.

ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

- દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
- કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
- ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.77 અને ડીઝલ રૂ. 94.37 પ્રતિ લીટર

આ શહેરોમાં ભાવમાં કેટલો ફેરફાર થયો?

-અમદાવાદમાં પેટ્રોલ 96.24 રૂપિયે લિટર વેચાઈ રહ્યું છે.
- નોઈડામાં પેટ્રોલ 97 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- ગાઝિયાબાદમાં ડીઝલની કિંમત 96.58 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.75 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
- લખનૌમાં પેટ્રોલ 96.47 રૂપિયા અને ડીઝલ 89.81 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- પટનામાં પેટ્રોલ 107.24 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 84.10 રૂપિયા અને ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.