khissu

મોટાં સમાચાર: રેલવે સુવિધા, કેન્દ્રીય કર્મચારીઓ ખુશખબર, ગરબાને સાંસ્કૃતિક દરજ્જો, ચોથી લહેર, પેટ્રોલ-ડિઝલ વગેરે

રેલવે યાત્રીઓને સુવિધા: રેલવે યાત્રીઓને ફરી રાહત મળી શકે છે. યાત્રીઓને ગાદલા, ધાબળા અને પડદા આપવાની સુવિધા હતી. તેને કોરોનાકાળ દરમિયાન બંધ કરવામાં આવી હતી અને હવે એ સુવિધાને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય કર્મચારીઓ ખુશખબર: આ હોળી ઉપર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સરકાર ભેટ આપી શકે છે. 16 માર્ચે મળનારી બેઠકમાં મોંઘવારી ભથ્થુ 31 ટકાથી વધીને 34 ટકા કરવામાં આવી શકે છે.

ગરબાને મળશે સાંસ્કૃતિક દરજ્જો: વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક દરજ્જો આપે તેવી શક્યતા છે  MS યુનિવર્સિટી દ્વારા એક ડોઝિયર બનાવાશે અને યુનેસ્કોને સોંપવામાં આવશે.

વડાપ્રધાન ગુજરાત પ્રવાસે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે આજે અમદાવાદના ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.

નોઝલ વેક્સિનની ટ્રાયલ: ભારત બાયોટેકે બનાવેલી નાક દ્વારા અપાતી વેક્સિનને આજથી દિલ્હી AIIMSમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. જે લોકોએ બંન્ને ડોઝ લીધાના 5 મહિના થઈ ગયા હોય તેને આ વેક્સિન આપવામાં આવશે.

ચોથી લહેર: મોટી ચેતવણી: કોરોનાની ચોથી લહેરને લઈને મોટી ચેતવણી આપી દીધી છે. હવે ઓમિક્રોન-ડેલ્ટા એકસાથે મળીને તબાહી મચાવી છે.

સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડિઝલ બંધ: સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં અચાનક પેટ્રોલ-ડીઝલનો પુરવઠો બંધ કરી દેવાયો છે. પેટ્રોલના લિમિટેડ સ્ટોકને કારણે રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને દીવમાં પેટ્રોલ-ડીઝલનો સપ્લાય બંધ કરાયું છે.

CNG ગેસના ભાવ વધ્યાં: અદાણી ગેસ કંપનીએ ફરી એકવાર CNGમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. CNGનો જુનો ભાવ 71.09 રૂપિયા હતો તે વધીને હવે 73.09 રૂપિયા થઈ ગયો છે.

BH સિરીઝ નંબર પ્લેટ: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નવા વાહનો માટે BH સીરીઝને રજૂ કરી છે. રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત ખાનગી ક્ષેત્રની મોટી કંપનીના કર્મચારીઓ BH સિરીઝ નંબર પ્લેટ લગાવી શકશે. જેમાં કોઇ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશનો રજીસ્ટ્રેશન નંબર નહીં હોય.