khissu

શ્રીરામના દેશમાં, સીતાના દેશ અને રાવણના દેશ કરતા ક્યાંય મોંઘુ છે પેટ્રોલ, ભાજપના જ નેતાએ કર્યો કટાક્ષ

હાલ નવા વર્ષ ૨૦૨૧ માં પહેલાજ મહિનામાં લગભગ ૭ વખત પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં વધારો થયો છે. દિવસે ને દિવસે વધતા જતા ભાવમાં આજે સતત બીજા દિવસે તેમાં વધારો જોવા મળ્યો છે.


દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં હાલ પેટ્રોલનો ભાવ ૮૬ રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડિઝલનો ભાવ ૭૬ રૂપિયા પ્રતિ લીટર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલ-ડિઝલના ભાવ વધુ છે. ત્યારે પેટ્રોલ-ડિઝલના ભાવ પર હજી પણ વધારાની કસ્ટમ ડ્યૂટી લગાવી દીધી છે. 


૨ ફેબ્રુઆરીના રોજ સંસદમાં દેશનું સામાન્ય બજેટ વર્ષ ૨૦૨૧-૨૨ માટે રજુ કરવામાં આવ્યું હતું જેમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડિઝલ પર કૃષિ સેસ લાગવાની જાહેરાત કરી હતી જેમાં પેટ્રોલ પર ૨.૫ રૂપિયા પ્રતિ લિટર કૃષિ સેસ અને ડિઝલ પર ૪ રૂપિયા પ્રતિ લિટર કૃષિ સેસ લગાવવામાં આવ્યો. જેમાં નાણાંમંત્રી સીતારમણે કહ્યું કે પેટ્રોલ-ડિઝલ પર લગાવેલા આ કૃષિ સેસ ને કારણે લોકોના ખિસ્સા પર કોઈ અસર થશે નહીં. પરંતુ આ નિર્ણય પર  ભાજપના જ નેતા વિરોધ કરી રહ્યા હતા.

pic.twitter.com/Imrz3OSag7

— Subramanian Swamy (@Swamy39) February 2, 2021

 


એવામાં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર એક ટ્વિટ કર્યું જે ખૂબ ચર્ચામાં છે.સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને એક ફોટો શેર કર્યો હતો જેમાં લખેલું હતું કે, રામના દેશ ભારતમાં પેટ્રોલ ૯૩ રૂપિયા, સીતાના દેશ નેપાળમાં પેટ્રોલ ૫૩ રૂપિયા અને રાવણના દેશ શ્રીલંકામાં પેટ્રોલ ૫૧ રૂપિયા છે. આ પહેલા પણ સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપ પર ઘણી બાબતો પર વિરોધ કર્યા હતા.