khissu

પેટ્રોલ હજી મોંઘુ થશે, જાણો ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ ભાવ

પેટ્રોલ ડિઝલ મોંઘા થતા લોકો હવે ખૂબ ઓછું ફરવાનુ પસંદ કરે છે જોકે મોટા મોટા શહેરોમાં ફરવા કરતા પણ પોતાના જરૂરી કામો માટે વહિકલનો સહારો લેવો પડતો હોય છે. સામાન્ય નાગરિકની આ પરિસ્થિતિઓને નજર અંદાજ કરી સરકારે મૌન સાધ્યું છે. જોકવ આપણા દેશમાં પેટ્રોલ મોંઘુ થવા પાછળનું કારણ સરકાર દ્વારા નાખવામાં આવતો ટેક્સ છે.

મિત્રો, સૌપ્રથમ તો આપણો દેશ બહારથી પેટ્રોલની આયાત કરે છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલના ભાવે આપણો દેશ પેટ્રોલ ખરીદે છે. હવે આ પેટ્રોલ પર પહેલા તો કેન્દ્ર સરકાર ટેક્સ નાખે છે ત્યારબાદ અલગ અલગ રાજ્યોની રાજ્ય સરકાર તેના પર વેટ વસુલે છે અને વધુમાં કોઈ રાજ્યોમાં તો ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ લાગે છે.

દેશની રાજધાનીમાં  પેટ્રોલ-ડીઝલના ભાવ થોડા દિવસથી સ્થિર રહ્યા : દેશના પાટનગર દિલ્હીમાં થોડા દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર રહયા છે જોકે કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૧.૧૭ રૂપિયા જ્યારે આજે ભાવ સ્થિર રહીને ૯૧.૧૭ રૂપિયા જ રહ્યો છે.

તો બીજી બાજુ મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલનો ભાવ વધુ જોવા મળ્યો હતો. મુંબઇ માં પેટ્રોલની કિંમત ૯૭.૫૭ રુપિયા પ્રતિ લિટર રહ્યું.  જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

ગુજરાતના અમદાવાદમાં પણ ભાવ શિખર પર : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિના માં પેટ્રોલનો ભાવ ૭૦.૪૦ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૮૮.૩૫ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ જુલાઈમાં ૬૯.૮૩ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૮૭.૭૭ ₹/ લિટર થયો છે.

તો જુલાઈ પછી પેટ્રોલના ભાવમાં ૧૭.૯૫ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૧૭.૯૪ રૂપિયાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૯૦.૨૨ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૨૨/૦૩/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૮.૩૫ ₹            ૮૮.૧૪ ₹
અમરેલી            ૮૯.૬૧ ₹            ૮૯.૧૧ ₹
આણંદ            ૮૮.૧૭ ₹          ૮૮.૦૭ ₹
અરવલ્લી         ૮૯.૨૩ ₹            ૮૯.૦૯ ₹
ભાવનગર         ૯૦.૦૮ ₹            ૮૯.૯૫ ₹
બનાસકાંઠા       ૮૮.૨૫ ₹           ૮૮.૫૨ ₹
ભરૂચ               ૮૮.૭૫ ₹           ૮૮.૫૭ ₹
બોટાદ             ૮૯.૧૮ ₹        ૮૯.૪૭ ₹
છોટા ઉદેપુર       ૮૮.૨૬ ₹           ૮૮.૫૪ ₹
દાહોદ               ૮૯.૧૬ ₹           ૮૯.૦૩ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૭.૯૬ ₹        ૮૮.૦૮ ₹
ગાંધીનગર          ૮૮.૫૦ ₹          ૮૮.૪૯ ₹
ગીર સોમનાથ     ૮૯.૬૨ ₹       ૮૯.૯૪ ₹
જામનગર          ૮૮.૨૩ ₹         ૮૮.૨૮ ₹
જૂનાગઢ            ૮૯.૩૬ ₹         ૮૯.૨૨ ₹
ખેડા                 ૮૮.૨૮ ₹        ૮૮.૩૧ ₹
કચ્છ                 ૮૮.૬૧ ₹         ૮૮.૯૪ ₹
મહીસાગર         ૮૮.૯૯ ₹         ૮૮.૪૪ ₹
મહેસાણા         ૮૮.૬૦ ₹         ૮૮.૩૫ ₹
મોરબી              ૮૮.૨૭ ₹         ૮૮.૩૪ ₹
નર્મદા              ૮૮.૭૨ ₹         ૮૮.૭૦ ₹
નવસારી            ૮૯.૦૩ ₹         ૮૮.૮૨ ₹
પંચમહાલ         ૮૮.૩૧ ₹         ૮૮.૪૧ ₹
પાટણ              ૮૮.૪૫ ₹         ૮૮.૯૦ ₹
પોરબંદર           ૮૮.૮૨ ₹         ૮૮.૫૩ ₹
રાજકોટ           ૮૮.૧૦ ₹         ૮૮.૮૧ ₹
સાબરકાંઠા      ૮૯.૧૦ ₹         ૮૮.૭૩ ₹
સુરત             ૮૮.૫૬ ₹         ૮૮.૪૯ ₹
સુરેન્દ્રનગર        ૮૮.૭૯ ₹        ૮૯.૧૫ ₹
તાપી            ૮૮.૯૩ ₹          ૮૮.૮૦ ₹
ડાંગ               ૮૯.૫૯ ₹         ૮૯.૫૯ ₹
વડોદરા          ૮૮.૧૦ ₹       ૮૮.૧૮ ₹
વલસાડ         ૮૯.૦૩ ₹          ૮૯.૩૦ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૦.૦૮ રૂપિયા છે.