Top Stories
khissu

યોજના જાણકારી / વાર્ષિક ફકત રૂ.330 નુ પ્રીમિયમ ભરી મેળવો 2 લાખ સુધીનો લાભ

નમસ્કાર મિત્રો,

અત્યાર ના સમયની વાત કરીએ તો લોકો ઘણા રોગથી પીડાતા હોય છે. નવી નવી બીમારીઓ આવી રહી છે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે સાથો સાથ અકસ્માતો પણ વધી રહ્યા છે.

આવા સંજોગોમાં દરેક વ્યક્તિ પાસે વીમા કવચ હોવું જરૂરી બની ગયું છે. જેને લીધે તેના ગયા પછી તેના પરિવારના સભ્યોને આર્થિક રીતે બીજા સામે લાચાર ન થવું પડે. 

ખાસ કરીને ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ માટે આ ખૂબ જ જરૂરી છે. પરંતુ વીમાનું પ્રીમિયમ વધુ હોવાને લીધે તે લોકો લઈ નથી શકતા. જેથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાની શરૂઆત કરાય છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના શું છે ?

પ્રધાનમંત્રી જીવન જયોત વીમા યોજના એ એક વર્ષીય જીવન વીમા યોજના છે. જે ભારતના એલઆઇસી (જીવન વીમા નિગમ) અને અન્ય ખાનગી વીમા કંપનીઓ દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા આપવામાં આવે છે. આ યોજના હેઠળ 55 વર્ષ સુધીની વય સુધીના કોઈપણ કારણોસર જીવન ગુમાવવાના કિસ્સામાં 2 લાખનું જીવન કવર વ્યક્તિને આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆત સાથે સરકાર એક સામાજિક સુરક્ષા બનાવવાનું લક્ષ્ય હાથ ધરેલુ છે.

આ યોજનાનો હેતુ.

આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતા ના કિસ્સામાં રૂ. 2 લાખનું વીમા કવચ.

અરજદાર ની ઉંમર મર્યાદા કેટલી ?

જે વ્યક્તિને ફોર્મ ભરવું હોય તો તેની ઉંમર 18 થી 50 વર્ષની હોવી જરૂરી છે. તે જ વ્યક્તિ ફોર્મ ભરી છે.

ફોર્મ ક્યાં ભરવું ?

કોઇ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં જઈ તમે આ ફોર્મ ભરી શકો છો. જે બેંકમાં ખાતું હોય તે જ વ્યક્તિ લાભ લઈ શકે છે. અને કોઈપણ એક જ ખાતામાંથી આ યોજનાનો લાભ લઈ શકે છે.

વાર્ષિક હપ્તો કેટલા રૂપિયાનો ?

વાર્ષિક પ્રીમિયમ ફકત રૂ. 330 નુ જ છે. તમારે રોકડા નથી ભરવાના. ફોર્મ ભરશો એટલે ખાતામાંથી ઓટોકટ રીતે પૈસા કપાય જશે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ માટે લાભકારક યોજના છે. આધાર કાર્ડને બચત બેંક ખાતા સાથે લિંક કરીને સરળતાથી મેળવી શકાય છે. તે સરકારની સમર્થિત વીમા યોજના છે જેમાં ન્યૂનતમ પ્રીમિયમ દરો છે. પીએમજેજેબીવાય અસરકારક રીતે વ્યક્તિનું ભાવિ સુરક્ષિત કરે છે અને કોઈપણ પરિસ્થિતિ સામે લડવા માટે બેક અપ આપે છે. આ યોજના વીમા કરનાર વ્યક્તિના પરિવારને સલામતી પૂરી પાડે છે.

આક માહિતી ગુજરતના દરેક મિત્રો જાણી શકે તે માટે શેર કરો.