Top Stories
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો ક્યારે આવશે લખી લો તારીખ, ડીસેમ્બર મહિનામાં મળશે 4000 રૂપિયા...

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો ક્યારે આવશે લખી લો તારીખ, ડીસેમ્બર મહિનામાં મળશે 4000 રૂપિયા...

ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો તમને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે. મળેલી જાણકરી અનુસાર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન યોજના હેઠળ 10 મો હપ્તો બહાર પાડવાની તારીખ નક્કી કરવામાં આવી છે. હપ્તાનાં ટ્રાન્સફર માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

અત્યાર સુધી, કેન્દ્ર સરકારે ભારતમાં 11.37 કરોડ ખેડૂતોને 1.58 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 10 મો હપ્તો બહાર પાડવાની યોજના બનાવી રહી છે. સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020 ના રોજ ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

30 સપ્ટેમ્બર પહેલા નોંધણી કરાવો: જો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો છેલ્લો હપ્તો મળ્યો નથી, તો તમને આગલા હપ્તા સાથે અગાઉની રકમ મળશે. એટલે કે 4000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં નોંધાવવા માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.  તમામ ખેડૂતોએ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરવી પડશે. જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો તમને ઓક્ટોબરમાં 2000 રૂપિયા અને ડિસેમ્બર મહિનામાં 2000 રૂપિયાની બીજા હપ્તાની રકમ મળશે.