Top Stories
khissu

પીએમ કિસાન ટ્રેક્ટર યોજના / અડધી કિંમતમાં મળશે મનપસંદ ટ્રેક્ટર / જાણો યોજનાની સંપૂર્ણ માહિતી વિગતવાર

ખેડૂતોની આવક બમણી કરવા મોદી સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. ખેડૂતોને ખેતી કામ માટે અનેક પ્રકારના મશીનોની જરૂર પડતી હોય છે. જેમાં ટ્રેકટર એ ખેડૂતોની આવશ્યકતાનો ભાગ બની ગયો છે. જો ખેડૂત પાસે ટ્રેકટર હોય તો ઘણા કામ સરળતાથી થઈ શકે છે. જો કે ઘણા એવા ખેડૂત છે જેની પાસે આર્થીક તંગીના કારણે ટ્રેકટર નથી હોતું. એવામાં ખેડૂતો ખેતરના કામ માટે ટ્રેકટર ભાડે લાવે છે અથવા તો બળદ થી ખેતી કરે છે. એટલે જ ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે ટ્રેકટરની ખરીદી પર સબસિડી આપવાની યોજના શરૂ કરી છે. જે યોજનાનું નામ પીએમ કિસાન ટ્રેકટર યોજના છે.

50% સબસિડી મળે છે.
કેન્દ્ર સરકાર ખેડૂતોને ટ્રેકટર ખરીદવા માટે સબસિડી આપે છે. આ માટે સૌથી સારી વાત એ છે કે ખેડૂતો કોઈપણ કંપનીનાં ટ્રેકટર ખરીદી શકે છે અને તે પણ અડધી કિંમતે. અડધી કિંમત સરકાર સબસિડી રૂપે ખાતામાં જમા કરે છે. ઘણી રાજ્ય સરકારો તેમના પોતાના સ્તરે ખેડૂતોને ટ્રેકટર પર 20 થી 50 ટકા સબસીડી આપે છે.

યોજનાની શરતો શું છે?
ટ્રેકટરની ખરીદી પર સબસિડી એટલે કે તમને અડધા ભાવે ટ્રેકટર મળશે. જો કે આ માટેની કેટલીક શરતો પણ છે.

- ખેડૂતે છેલ્લા 7 વર્ષમાં કોઈ ટ્રેકટર લીધેલ ન હોવું જોઈએ

- ખેડૂત પાસે પોતાના નામની જમીન હોવી જરૂરી છે.

- ફકત એક વખત જ ટ્રેકટર પર સબસિડી મળશે.

- ટ્રેકટર પર સબસિડી મેળવતાં ખેડૂતને અન્ય કોઈ સબસિડી શરૂ ન હોવી જોઇએ.

- પરીવાર માં એક જ વ્યક્તિ ટ્રેકટર પર સબસિડી માટે અરજી કરી શકે છે.

આ યોજનાનો લાભ કંઈ રીતે મળશે?
તમે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન કે ઓફલાઈન અરજી કરી શકો છો. આ યોજનાની અરજી કરવા માટે તમે CSC સેન્ટરની મુલાકાત લઈ શકો છો. અમુક રાજ્યોમાં અરજી કરવા માટે ઓનલાઇન સુવિધા પણ આપવામાં આવી છે જેમાં બિહાર, ગોવા, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન નો સમાવેશ થાય છે.

ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે?
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના દસ્તાવેજ ની જરૂર પડશે.

(1) આધાર કાર્ડ
(2) 7/12 અને 8 અ
(3) બેંક પાસબુક
(4) મોબાઈલ નંબર
(5) 2-3 પાસપોર્ટ સાઇઝના ફોટા

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.