PM કિસાન યોજનામાં ફેરફાર : હવે આ કાર્ડ વિના નહીં મળે 10મો હપ્તો, જાણી લો ફટાફટ

PM કિસાન યોજનામાં ફેરફાર : કેન્દ્ર સરકારે PM કિસાન સમ્માન નિધિ યોજનામાં છેતરપિંડી રોકવા માટે મોટું પગલું ભર્યું છે. સરકારે હવે આ યોજનાની નોંધણીની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. તો PM કિસાન યોજના સાથે સંકળાયેલા તમામ ખેડૂતમિત્રોએ આ નિયમ જાણવો ખુબજ જરૂરી છે.

PM કિસાન યોજનાના નવા નિયમો :
- હવે PM કિસાન યોજનામાં નોંધણી માટે રાશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે આ યોજનાનો લાભ પીએમ કિસાન પોર્ટલ પર રાશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી જ મળશે. હવે આ યોજના હેઠળ નવા રજીસ્ટ્રેશન પર રાશનકાર્ડ નંબર આપવો ફરજિયાત રહેશે.
- રાશન કાર્ડની ફરજિયાત જરૂરિયાતની સાથે, હવે નોંધણી દરમિયાન પોર્ટલ પર માત્ર દસ્તાવેજોની સોફ્ટ કોપી (પીડીએફ) બનાવવી અને અપલોડ કરવી પડશે.

આ અંતર્ગત આધાર કાર્ડ, બેંક પાસબુક અને ડિક્લેરેશન વગેરે તમામ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી ફરજિયાત આપવી નહીં પડે. હવે લાભાર્થીઓએ આ દસ્તાવેજોની PDF ફાઈલ બનાવીને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આનાથી ખેડૂતોનો સમય બચશે તેમજ નવી સિસ્ટમમાં યોજના વધુ પારદર્શક બનશે.

9મો હપ્તો નથી આવ્યો ? : દોસ્તો, કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં 10મો હપ્તો 15 ડિસેમ્બર સુધીમાં આપે તેવી શક્યતાઓ છે કેમકે, અગાઉના વર્ષે 25 ડિસેમ્બરે ખેડૂતોના ખાતામાં હપ્તા જમા થઈ ગયા હતા. ત્યારે ઘણા ખેડૂતમિત્રો વારંવાર પ્રશ્ન કરી રહ્યાં છે કે હજી અમારો નવમો હપ્તો નથી આવ્યો. તો એવા ખેડૂતમિત્રોએ કદાચ ફોર્મ ભરવામાં ભૂલ કરી હોઈ શકે અને આ ઉપરાંત બીજા પણ કારણો હોઈ શકે. જેમાં,

હપ્તો ન આવવા પાછળનું કારણ :
- ખેડૂતનું નામ 'અંગ્રેજી' માં લખવું જરૂરી છે. જે ખેડૂતનું નામ અરજીમા 'ગુજરાતી' કે 'હિન્દી' માં છે તો તેમણે પોતાનું નામ બદલવુ. 
- જો અરજીમાં અરજી કરનાર વ્યક્તિનું નામ અલગ હોય અને બેન્કની પાસબુકમા નામ અલગ હોય તો પણ ફંડ ટ્રાંસફરમાં તકલીફ થઇ શકે છે. 
- આ સિવાય જો બેન્કના IFSC કોડ લખવામાં ભૂલ કરી હોય, ગામનું નામ ખોટું લખ્યું હોય કે પછી બેન્ક એકાઉન્ટ નંબર ખોટા લખ્યા હોય તો પણ અરજી રદ થઇ શકે છે.

ઘણાં ખેડૂતોને હપ્તા નથી આવ્યા : કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ 12.26 મિલિયનથી વધુ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પંજીકૃત છે. 10.59 કરોડથી વધુ કિસાનને RFT Sign એટલે કે રિકવેસ્ટ ફોર ફંડ ટ્રાંસફર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 10.50 કરોડથી વધુ ખેડૂત પરિવારોની FTO જનરેટ થઈ એટલે કે ફંડ ટ્રાન્સફર કરવાના ઓર્ડર આપવામાં આવ્યા. 72 લાખથી વધુ એવા ખેડૂતો છે કે, જેમની ચુકવણી કોઈ કારણસર નિષ્ફળ ગઈ છે. જ્યારે 58.50 લાખથી વધુ ખેડૂતોનો હપ્તો માહિતી જાહેર ના કરવાને કારણે અટકી ગયો છે.

PM કિસાન યોજનામાં ફેરફાર વિશેની આખી માહિતી જાણવા માટે ઉપરનો વિડિયો જોઈ લ્યો.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.