Top Stories
khissu

સરકારની આ સ્કીમમાં રોકાણ કરી નાખો, 56,830 રૂપિયાનું તો ખાલી વ્યાજ મળશે, દર ત્રણ મહિને વધે છે વ્યાજદર

Post Office RD: જો તમે સરકારી બચત યોજનાઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સ્મોલ સેવિંગ સ્કીમ ખૂબ જ સારો વિકલ્પ છે. તમે પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં લાંબા સમય સુધી જોખમ વિના અને ગેરંટીવાળા વળતર સાથે રોકાણ કરી શકો છો. 

જોખમ લેવા માંગતા ન હોય તેવા રોકાણકારો માટે આ વધુ સારા વિકલ્પો છે. સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર 2023 ક્વાર્ટર માટે પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સના વ્યાજ દરો જાહેર કર્યા છે. જેમાં પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

હવે તમને પોસ્ટ ઓફિસ આરડી પર આટલું વ્યાજ મળશે

નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર, 2023 થી 31 ડિસેમ્બર, 2023 સુધી, 5 વર્ષના પોસ્ટ ઓફિસ RD પર હવે 6.5 ટકાના બદલે 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળશે.

દર મહિને રૂ. 5,000ના આરડીમાં તમે એક વર્ષમાં રૂ. 60,000 અને પાંચ વર્ષમાં કુલ રૂ. 3,00,000નું રોકાણ કરશો. તમને 5 વર્ષ પછી 6.7 ટકાના દરે 56,830 રૂપિયા વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમને 3,56,830 રૂપિયા મળશે.

જો તમે દર મહિને RDમાં 3,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે એક વર્ષમાં 36,000 રૂપિયાનું રોકાણ કરશો. 5 વર્ષમાં તમારું કુલ રોકાણ 1,80,000 રૂપિયા હશે. પોસ્ટ ઓફિસ આરડી કેલ્ક્યુલેટર અનુસાર, નવા વ્યાજ દરો અનુસાર, તમને વ્યાજ તરીકે 34,097 રૂપિયા મળશે. મેચ્યોરિટી પર તમને કુલ 2,14,097 રૂપિયા મળશે.

દર ત્રણ મહિને વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવે છે

RD પર મળતા વ્યાજ પર TDS કાપવામાં આવે છે. RD પર મળતા વ્યાજ દરો પર 10% TDS લાગુ થાય છે. જો RD પર એક મહિનાનું વ્યાજ 10,000 રૂપિયાથી વધુ હોય તો TDS કાપવામાં આવશે. કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પર ઉપલબ્ધ વ્યાજની સમીક્ષા કરે છે. 

આ વખતે તહેવારોની સિઝનમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં સરકારે માત્ર 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બાકીની યોજનાઓ પર જૂના દરે વ્યાજ દર લાગુ કરવામાં આવ્યા છે.