khissu

રોકાણ માટે કઈ યોજના છે બેસ્ટ, PPF કે સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણો સમગ્ર માહિતી

વર્તમાન સમયમાં રોકાણ કરવા માટે ઘણી યોજનાઓ ચાલી રહી છે. તેથી કઈ યોજના રોકાણ કરવું ને કઈ યોજના ન કરવું તે આપણ નક્કી નથી કરી શકતા. કારણ કે રોકાણ કરતા સમયે રિટર્ન અને પૈસાની સિક્યોરિટી બન્ને તપાસવી જરૂરી છે. હવે એવામાં આજે આપણે બે સ્કીમના વળતર અંગે ચર્ચા કરીશે જેની બજારમાં ખુબ માગ છે. આ આપણે PPF Vs સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે વાત કરીશું.

શું તમે બાળકોના ભવિષ્ય માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? તો પછી આ સમાચાર તમારા કામના છે. જીહા મિત્રો, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) બંનેમાં રોકાણ કરવાથી, તમારા પૈસા સુરક્ષિત રહેશે અને સારું વળતર પણ મળે છે. પરંતુ ઘણા લોકો એ વિચારીને મૂંઝવણમાં છે કે કઈ સ્કીમમાં રોકાણ કરવું, ક્યાં વધુ વળતર મળશે? ચાલો આ વિશે વધુ વિગતવાર વાત કરીએ.

બંને લોકપ્રિય સરકારી યોજનાઓ છે
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) કેન્દ્ર સરકારની લોકપ્રિય યોજના છે. આમાં તમે દીકરીના નામે જ રોકાણ કરી શકો છો. પરંતુ પીપીએફમાં તમે કોઈના પણ નામે રોકાણ કરી શકો છો. ચાલો જાણીએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના અને PPFમાં કઈ યોજના વધુ ફાયદાકારક છે?

સુકન્યા સમૃદ્ધિ યોજના કે પીપીએફ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર વર્તમાન વ્યાજ દર 7.1 ટકા છે. તો બીજી તરફ, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર 7.6 ટકા વ્યાજ ઉપલબ્ધ છે. આના હિસાબે તમે કહેશો કે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં રોકાણ કરવું સારું રહેશે. પરંતુ નિષ્ણાતો સલાહ આપે છે કે તમારે બંને યોજનાઓમાં રોકાણ કરવું જોઈએ. પીપીએફમાં ઓછું વ્યાજ મળતું હોવા છતાં, તમારી કમાણીનો એક ભાગ પીપીએફમાં પણ રોકવો જોઈએ.

પીપીએફમાં રોકાણ
પીપીએફમાં 15 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે. 15 વર્ષ પછી, તમે તેને 5-5 વર્ષ માટે વધુ લંબાવી શકો છો. જો તમે બંને યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમને આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ સુધીના રોકાણ પર છૂટ મળે છે. તમે વાર્ષિક ધોરણે PPF ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં રોકાણ કરવા માટેની ન્યૂનતમ રકમ 250 રૂપિયા છે. આ સ્કીમમાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ યોજના દીકરીના શિક્ષણ/લગ્નના હેતુથી શરૂ કરવામાં આવી છે. આ કારણથી તેમાં PPF કરતા વધારે દર રાખવામાં આવ્યો છે. દીકરી 15 વર્ષની થાય ત્યાં સુધી તેનું રોકાણ પણ કરી શકાય છે. 16 થી 21 વર્ષ વચ્ચે કોઈપણ રકમ જમાવી કરાવી શકાતી નથી. પરંતુ ખાતાધારકને જમા રકમ પર વ્યાજ મળે છે.

મેચ્યોરિટી પર કેટલી રકમ મળે છે
જો તમે દર વર્ષે PPF ખાતામાં રૂ. 1.50 લાખ જમા કરો છો, તો તમને વર્તમાન વ્યાજ દરે (7.1 ટકા) 15 વર્ષની પરિપક્વતા પર રૂ. 40.68 લાખ મળશે. બીજી તરફ, સમૃદ્ધિ યોજના (SSY)માં દર વર્ષે 1.5 લાખ જમા કરવા પર 21 વર્ષની પાકતી મુદત પર તમને 63.65 હજાર રૂપિયા મળે છે. જો કે બાળકી 10 વર્ષની થાય ત્યાં સુધી જ આ ખાતું ખોલાવી શકાય છે.